Dhanteras 2023: આજે છે ધનતરેસ, કરો આ વસ્તુઓનું દાન; ચમકી જશે તમારી કિસ્મત

ADVERTISEMENT

gujarattak
social share
google news

 Dhanteras 2023: ધનતેરસ પર સદીઓથી વાસણો, સોના-ચાંદીના દાગીના, વસ્ત્રો, સંપત્તિ ખરીદવાની પરંપરા ચાલતી આવી રહી છે. સમયની સાથે-સાથે આ લિસ્ટમાં વાહનો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી વસ્તુઓ પણ સામેલ થઇ ગઇ છે. પરંતુ ધનતેરસ પર વસ્તુઓ ખરીદવાની સાથે દાન કરવાની પણ પરંપરા છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન આપવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આજે ધનતેરસનો તહેવાર છે, જો તમે પણ ધનવાન બનવા માંગો છો, તો આ દિવસે ચોક્કસપણે કેટલીક વસ્તુઓનું દાન કરો.

ધનતેરસ પર જરૂર દાન કરો

ધનતેરસના દિવસે ખરીદી કરવાની સાથે-સાથે દાન પણ જરૂર કરો, પરંતુ યાદ રાખો કે દાન સૂર્યાસ્ત પહેલા જ કરો. આ દિવસે દૂધ, દહીં, સફેદ મીઠાઈ જેવી સફેદ વસ્તુઓ કોઈને દાનમાં ન આપવી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે, જે ધનતેરસના દિવસે દાન આપવી ખૂબ જ સારી અને શુભ છે.

અનાજ
ધનતેરસના દિવસે અનાજનું દાન કરવાથી તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રહેશે. જો તમે દાનમાં અનાજ નથી આપી રહ્યા તો કોઈ ગરીબને ભોજન કરાવો. તેને ભોજનમાં મીઠાઈ ખવડાવો. આ પછી તમારી ક્ષમતા અનુસાર થોડા પૈસા પણ આપો.

ADVERTISEMENT

લોખંડ
ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી ભાગ્ય બદલાય છે. દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાય છે. અટકેલા કામ પૂરા થવા લાગે છે.

વસ્ત્રો
ધનતેરસના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરો. આમ કરવાથી દિવસ બદલાય છે. કુબેર દેવની કૃપાથી વ્યક્તિને ઘણી સંપત્તિ મળે છે. શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રોનું દાન કરો.

ADVERTISEMENT

સાવરણી
ધનતેરસ પર નવી સાવરણી ખરીદવાની પરંપરા પણ છે, પરંતુ આ દિવસે સાવરણીનું દાન કરવું પણ ખૂબ જ શુભ છે. કોઈ સફાઈ કામદારને નવી સાવરણીનું દાન કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે.

ADVERTISEMENT

નોંધ- આ લેખ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT