‘2024માં વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના લેશે શપથ’, આ દિગ્ગજ નેતાના નિવેદનથી ગરમાયું રાજકારણ
Politics News: મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના એક નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ચંદ્રશેખર બાવનકુલેએ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2024માં દેવેન્દ્ર ફડણવીસ વાનખેડે સ્ટેડિયમમાં…
ADVERTISEMENT
Politics News: મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના એક નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ચંદ્રશેખર બાવનકુલેએ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2024માં દેવેન્દ્ર ફડણવીસ વાનખેડે સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પર શિંદે સેનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદે મુખ્યમંત્રી છે અને આગામી વિધાનસભાની ચૂંટણી બાદ પણ તેઓ જ મુખ્યમંત્રી રહેશે.
અજિત પવારને CM બનાવવાની માંગ તેજ
બીજી તરફ અજિત પવારને મુખ્યમંત્રી બનાવવાની પણ માંગ ઉઠી છે. તાજેતરમાં એનસીપીની મંથન બેઠકમાં અજિત પવારને મુખ્યમંત્રી બનાવવાના નારા લગાવવામાં આવ્યા હતા. હાલમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર બંને નાયબ મુખ્યમંત્રી છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ચંદ્રશેખર બાવનકુલેએ પૂછ્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે?, જેના પર ત્યાં બેઠેલા લોકોએ જોરથી બૂમો પાડી, ‘ફડણવીસ, ફડણવીસ.’ આ અંગે ભારે તાળીઓનો ગડગડાટ થયો હતો.
કાર્યકર્તાઓએ અત્યારથી કરવું પડશે કામ
કાર્યકર્તાઓના નારાથી ઉત્સાહિત ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, પાર્ટીના કાર્યકરોએ નવા વર્ષ માટે એક લક્ષ્ય પર કામ કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મહારાષ્ટ્રમાંથી 45થી વધુ સાંસદોને ચૂંટવા જરૂરી છે. આ માટે કાર્યકરો અને પદાધિકારીઓેએ અત્યારથી કામ કરવું પડશે.
ADVERTISEMENT
‘લોકસભામાં 45 અને વિધાનસભામાં 225 બેઠકો જીતીશું’
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ‘મહાયુતિ’ રાજ્યમાં 45થી વધુ બેઠકો જીતશે, જ્યારે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 2024માં મહાયુતિ લગભગ 225 વિધાનસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રના ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. લોકો કેન્દ્ર સરકારની મોદી સરકાર અને મહાયુતિ સરકારના કામકાજથી ખૂબ જ ખુશ છે.
ADVERTISEMENT