હીટવેવથી હાહાકાર… યુરોપમાં ગરમીના કારણે 61 હજારથી વધુ લોકોનાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : યુરોપમાં 61,600 લોકોના મોત થયા છે. જેનું કારણ હતું કે, ગત્ત વર્ષે મેથી સપ્ટેમ્બર સુધી ભયાનક ગરમી પડી હતી. સમસ્યા એવી છે કે, 35 યૂરોપીય દેશો ગરમી સામે જઝુમવાની તૈયારી નથી કરી શક્યા. ન તેમની પાસે આ માટેની કોઇ માળખાગત્ત વ્યવસ્થા છે કે જેથી તે લોકોને બચાવી શકે. જેથી આટલા લોકોનાં મોત નિપજ્યાં હતા. 35 યુરોપિય દેશોમાં થયેલા અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગત્ત વર્ષે મેથી સપ્ટેમ્બર સુધીમાં 61,600 લોકોના મોત નિપજ્યાં છે. આ લોકોના મોતનું કારણ ગરમી એટલે કે હિટવેવ હતું. ગત્ત વર્ષે પડેલી ગરમી યુરોપના ઇતિહાસની સૌથી ભીષણ ગરમી હતી. સૌથી વધારે મોત ગ્રીસ, ઇટાલી, પુર્ટુગીઝ અને સ્પેનમાં થઇ છે. અહીં વસ્તીની દ્રષ્ટીએ મૃત્યુદર વધારે હતો. બાર્સેલોના ઇન્સ્ટીટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થમાં પ્રોફેસર અને સ્ટડીના સહ લેખક જોન બાલેસ્ટરે કહ્યું કે, મોડિટેરેનિયન હવે રણ બની રહ્યું છે. હીટવેવ્સ સતત વધતા જઇ રહ્યા છે. જેના કારણે ગરમીની ઋતુનો સમયગાળો પણ વધી ગયો છે.

પ્રો. જોન બાલેસ્ટરે કહ્યું કે, સમગ્ર વિશ્વને તેનું કારણ ખબર છે. ગ્લોબલ વોર્મિંગ એક મોટુ કારણ બનીને ઉભરી રહ્યું છે. ગત્ત વર્ષે ગરમીના કારણે યુરોપીયન દેશોમાં જંગલોની આગ અને દુષ્કાળની સમસ્યાઓ સર્જાઇ. એકવાર નહી પરંતુ અનેકવાર તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું રહ્યું.

ADVERTISEMENT

તાપમાનમાં સતત વધારો તઇ રહ્યો છે. જેના કારણે હીટવેવ્સની તીવ્રતા અને માત્ર વધતી જઇ રહી છે. વધારે ગરમીના કારણે હીટ સ્ટ્રોક આવી શકે છે. હૃદય અને ફેફસા સંબંધિત બિમારીઓ થઇ શકે છે. આ સમસ્યાથી હીટવેવ્સની તીવ્રતા અને માત્ર વધતી જઇ રહી છે. વધારે ગર્મીના કારણે હીટ સ્ટ્રોક આવી શકે છે. આ સમસ્યા પીડિત વૃદ્ધો લોક હોય છે. ખતરો પણ સૌથી વધારે હોય છે.

સંશોધકોએ હવામાન અને બીમાર લોકોના રેકોર્ડની તપાસ કરી. વધતી ગર્મી સામે લડી રહેલા લોકોના મેડિકલ રેકોર્ડ ચેક કર્યા. માહિતી મળી કે ગરમીના કારણે થનારી સમસ્યાઓથી 61 હજાર લોકોના મોત થઇ ગયા. ફ્રાંસે 2003 ની ભયાનક ગરમીમાંથી સીખીને આ સમસ્યા સામે લડવા માટે રાષ્ટ્રીય પ્લાન બનાવ્યો હતો.

ADVERTISEMENT

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ગત્ત વર્ષે થયેલા આટલા મોત પરથી ખબર પડે છે કે, કોઇ પણ દેશનો પ્લાન યોગ્ય રીતે કામ નથી કરી રહ્યો. ઓસ્ટ્રિયા ખાતે યુનિવર્સિટી ઓફ ગ્રાજની ક્લાઇમેટ સાયન્ટીસ્ટ કોલ બ્રિમિકોમ્બ કહે છે કે આ દેશોને પોતાના પ્લાનને ફરીથી બદલવો જોઇએ. જોવું જોઇએ કે શું કામ કરી રહ્યા છે અને શું નથી કરી શકતા.

ADVERTISEMENT

જર્મની સ્વાસ્થય મંત્રાલયે ગત્ત મહિને જ લોકોને હીટવેવથી બચાવવા માટે જાગરુકતા કાર્યક્રમ ચલાવ્યો છે. સાથે જ સ્થાનિક તંત્રને લોકલ લેવલ પર હીટ એક્શન પ્લાન બનાવવા માટે કહ્યું છે. ખાસ કરીને બેઘર લોકો માટે જાહેર સ્થળો પર લોકોને પીવાનું પાણી આપવું વગેરે. જર્મનીના સ્વાસ્થય મંત્રી કાર્લ લોટરબૈશે કહ્યું કે, દર વર્ષે ગર્મીના કારણે મરનારાઓની સંખ્યા વધતી જઇ રહી છે. તેમને સરળતાથી બચાવી શકે છે જો કોઇ યોગ્ય પ્લાન બનાવવામાં આવે. અમારી સરકાર આ જ તૈયારીમાં લાગેલી છે.

    follow whatsapp

    ADVERTISEMENT