ગરીબ હોવા છતા મ્યાંમારના લોકો સૌથી મોટા દાનવીર, ભારતીયો દાન બાબતે ઉદાર પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : યુનાઇટેડ કિંગ્ડમની સંસ્થા ચેરિટીઝ એન્ડ ફાઉન્ડેશન લગભગ પ્રતિવર્ષ એક યાદી બહાર પાડે છે. જેમાં જણાવાઇ રહ્યું છે કે, કયો દેશ સૌથી વધારે દાન કરે છે. જેના અુસાર મ્યાંમાર સમગ્ર વિશ્વમાં સૌથી મોટો દાનવીર દેશ છે. કુલ 142 દેશોના સર્વેમાં અમેરિકા અને યુરોપ જેવા અમીર દેશો અને વિસ્તારો ખુબ જ પાછળ રહ્યા. ડોનેશનના મામલે મ્યાંમાર વિનર બને છે.

આશરે 90% બૌદ્ધ વસ્તી ધરાવતા મ્યાંમારમાં લોકોની આદત અંગે ગેલપે એક સર્વે કર્યો. ચેરિટીઝ એન્ડ ફાઉન્ડેશનને આ આધારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, મ્યાંમારના રહેવાસી લોકો સામાન્ય રીતે દાનમાં વિશ્વાસ ધરાવે છે. તેમની પાસે કંઇ પણ માંગવામાં આવે અને જો તેઓ કરી શકે તેમ હોય તો બર્મીઝ લોક કોઇ બહાના કર્યા વગર તે વસ્તું ખુશી ખુશી દાન કરી દે છે. જ્યારે 2022 માં વર્લ્ડ બેંકે તેને ક્રિટિકલી વીક ઇકોનોમી ધરાવતા દેશોની યાદીમાં મુક્યું હતું. અહીં મોટા ભાગની વસ્તી ગરીબી રેખાથી નીચે જીવે છે.

ડેટા શું કહે છે?

મ્યાંમાર બાદ ઇન્ડોનેશિયા અને ત્યાર બાદ યુકેને નોંબર હતો. ચોથા નંબર પર યુક્રેનિયન હતા, જેમાંથી 71 ટકા લોકો અનેકવાર દાન કરતા રહે છે. ટોપ 10 ની યાદીમાં ન તો અમેરિકા છે કે ન તો ચીન. યમન તેમાં સૌથી છેલ્લું રહ્યું. અહીં માત્ર 4 ટકા લોકોએ જ દાન-પુણ્ય કર્યું છે. ભારતનું રેંકિંગ પણ તે દેશમાં રહી જ્યાં સૌથી વધારે લોકો પૈસાનું ડોનેશન કરે છે. જો કે સમય આપવાની બાબતે તેઓ કંજુસ હોય છે.

ADVERTISEMENT

મ્યાંમારના લોકો કેમ વધારે દાન કરે છે?

જેનું મોટુ કારણ છે તેની ધાર્મિક પ્રેક્ટિસ. મ્યાંમારની 90 ટકા વસ્તી બૌદ્ધ ધર્મના થેરવાદને માને છે. તેમાં લોકો પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ માને છે કે, તેઓ કોઇને દાન કરે કે કોઇનું ભલુ કરે તો આવતા જન્મે તેમને જરૂર સુખ મળશે. જે લોકો ખોટું કરે છે અથવા પૈસા હોવા છતા દાન નથી કરતા તેઓ દુખ પ્રાપ્ત કરે છે. થેરવાદ પંથની આ માન્યતા જ લોકોને દાનવીરની શ્રેણીમાં લઇ આવે છે.

બૌદ્ધ ધર્મમાં પણ થેરવાદ પંથ સૌથી વધારે ઉદાર

થેરવાદ પ્રાચીન બૌદ્ધ ધર્મના પાલી સિદ્ધાંતને માને છે. આ પ્રેક્ટિસ મ્યાંમાર ઉપરાંત શ્રીલંકા, કંબોડિયા, થાઇલેન્ડ અને લાઓસમાં વધારે છે. સિંગાપુરમાં પણ 35 ટકા લોકો થેરવાદને માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બૌદ્ધ ધર્મમાં પણ અનેક શાખાઓ છે. જો કે થેરાવાદીઓનું કહેવું છે કે, તેઓ મુળ રૂપે બુદ્ધની સૌથી નજીક એટલે કે સૌથી વધારે શુદ્ધ છે. થેરવાદનો ગુજરાતી અર્થ જ સંતોની વાત થાય છે.

ADVERTISEMENT

બુદ્ધની પુછા ખુબ જ ઓછી થાય છે

મ્યાંમારમાં રહેતા થેરવાદનું પાલન કરનારા લોકો બુદ્ધને જરૂર માને છે, જો કે તેઓ તેમને ભગવાન નહી પરંતુ એક સંત તરીકે માને છે. તેમના ધાર્મિક આયોજન કે લગ્ન પ્રસંગમાં ભગવાન બુદ્ધની પુજી (પુજા) કરવામાં નથી આવતી. આ બૌદ્ધ ધર્મના અન્ય સંપ્રદાયોથી ખુબ જ અલગ છે, જેમાં દેવી-દેવતાઓ અને અવતારોની પુજા કરવામાં વિશ્વાસ ધરાવતા હોય.

ADVERTISEMENT

બર્મીજ લોકો નાની ઉંમરે બૌદ્ધ ભીક્ષુ બની જાય છે અને લગ્નની ઉંમરે ફરી સંસારમાં પરત ફરે છે. જેને થેરાવાદની માન્યતા અનુસાર ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તમે સાધુત્વનું જીવન જીવ્યા પછી સંસારમાં આવો તે તમને સંસાર પ્રત્યે મોહ નથી થતો. જીવન ખુબ જ શાંતિથી પસાર થાય છે અને દુખ અને મોહથી તમે દુર રહો છો. જેના કારણે પુનર્જન્મ સરળ બને છે. ગત્ત જન્મના કોઇ બંધતો નવા જન્મે રહેતા નથી.

મેડિટેશન જ આ સંપ્રદાયનું મુખ્ય અંગ

ભિક્ષુક બન્યા બાદ તેઓ વિપશ્યના પર જોર આપે છે. સંસારમાં આવ્યા બાદ પણ આ પ્રેક્ટિસ શરૂ રાખે છે. માન્યતા અનુસાર બુદ્ધે પણ વિપશ્યના દ્વારા જ બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. ધ્યાન માટે તેમાં શ્વાસના સંચાલન પર ભાર આપવામાં આવે છે.

કયા આધારે લોકો દાનવીર છે તે ચકાસવામાં આવ્યું

  • માત્ર પૈસાનું દાન નહી પરંતુ સર્વેમાં ચકાસવામાં આવ્યું કે, એકબીજાની મદદ કેટલી કરે છે
  • શું તેઓ અજાણ્યા લોકોને રસ્તો દેખાડવા જેવી સામાન્ય બાબતે કેટલી મદદ કરે છે
  • શું તેઓ કોઇના કલ્યાણ માટે પોતાનો કેટલો સમય આપે છે, જરૂરિયાત સમયે તેને સાંભળે છે

નાસ્કિત લોકો હોય છે વધારે દયાળું

એક તરફ એવું સામે આવ્યું કે મ્યાંમારના લોકો ધાર્મિક કારણોથી વધારે દયાળુ અને ઉદાર છે. બીજી તરફ એક સંશોધન એવું પણ થયું છે જેમાં દાવો કરાયો કે નાસ્તિક લોકો વધારે ધાર્મિક અને દયાળું હોય છે. તેઓ ધાર્મિક લોકોની તુલનાએ દાન પણ વધારે કરે છે. જો કે આ સંશોધન એક દશન જુનું છે, જો કે સેમ્પલ સાઇઝના આધારે તેને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT