સેટિંગબાજ ડેપ્યુટી કમિશ્નર થયા ફરાર, CBI ધ્વારા ઘર સીલ કરવામાં આવ્યું
ગાંધીનગર : લાંચના કિસ્સામાં અધિકારીઓ અવાર નવાર સમાચારોમાં ચમકતા રહે છે. જો કે હવે તો ઉચ્ચ અધિકારીઓ પણ લાંચના કિસ્સામાં ઝડપાય છે. રાજકોટમાં PF કચેરીના…
ADVERTISEMENT
ગાંધીનગર : લાંચના કિસ્સામાં અધિકારીઓ અવાર નવાર સમાચારોમાં ચમકતા રહે છે. જો કે હવે તો ઉચ્ચ અધિકારીઓ પણ લાંચના કિસ્સામાં ઝડપાય છે. રાજકોટમાં PF કચેરીના ડેપ્યુટી કમિશ્નરનો વચેટિયો ઝડપાયો છે. સીબીઆઇ દ્વારા ડેપ્યુટી કમિશ્નરની ઓફીસમાંટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 2 લાખ રૂપિયાની લાંચ લેતો વચેટિયો રંગેહાથ ઝડપાયો હતો. એજન્ટે 12 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ કર્યું હતું. 12 લાખ પૈકી 2 લાખ રૂપિયા લેતા સમયે જ CBI દ્વારા વચેટિયાને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે હજી પણ પ્રોવિડન્ડ ફંડ વિભાગના ડેપ્યુટી કમિશ્નર નિરંજન સિંઘ ફરાર છે. સીબીઆઇ દ્વારા હાલ તેનું ઘર સીલ કરવામાં આવ્યું છે.
ચિરાગ જસાણી કે જે આ સમગ્ર કાંડમાં વચેટિયો હતો તેને અમદાવાદની કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડેપ્યુટી કમિશ્નરને આંગડિયામાં હવાલો આવતા CBI તપાસના વર્તુળમાં આવ્યો હતો. કમિશ્નર સુધી સીબીઆઇ હજી સુધી પહોંચી શકી નથી. અધિકારીએ 2004 માં ક્વેરી કાઢી નાણા ઉઘરાવતા હોવાનો આક્ષેપ છે. ઉદ્યોગકારો અને સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી નાણા ઉઘરાવતો હોવાની ફરિયાદ મળી હતી. કમિશ્નર વતી ચિરાગ જસાણી નામનો વચેટિયો તમામ વહીવટ કરતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી કમિશ્નરના ભ્રષ્ટાચારની બુમ છેક સીબીઆઇ સુધી પહોંચી હતી. જેના કારણે સીબીઆઇએ આ મામલે રસ લઇને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નિર્ધાર કર્યો હતો. જેના પગલે આ અધિકારી વિરુદ્ધ ટ્રેપ ગોઠવાયું હતું. જો કે ટ્રેપમાં કમિશ્નર પોતે નહી પરંતુ તેનું સેટિંગ સંભાળતો વચેટિયો ઝડપાયો હતો. ચિરાગ જસાણીની અક્ષર માર્ગ પર ઓફીસ પણ આવેલી છે. તે લાંબા સમયથી ડેપ્યુટી કમિશ્નરવતી આ તમામ વહીવટો કરતો હોવાનો આક્ષેપ પણ અનેક કોન્ટ્રાક્ટર દ્વારા લગાવાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT