PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગ્રીન અંબાજી માટે દબાણો કરાયા દૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત.અંબાજીઃ બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગની વિવિધ રેન્જો અને અભ્યારણ વિસ્તારમાં સરકારે જંગલની સુરક્ષા અને સલામતી માટે તાલુકા કક્ષાએ વન વિભાગની ઓફિસો શરૂ કરી છે. દાંતા તાલુકામાં બાલારામ અભ્યારણના ગીચ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા હવે ગેરકાયદેસર બાંધકામો અને દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અંબાજી ઉત્તર રેન્જ દ્વારા ગબ્બર પાછળના ખેર ફળી મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ગ્રીન અંબાજી પ્રોજેક્ટ મા કેટલાક લોકો દ્રારા દબાણ કરાયા બાદ દૂર ન કરાતાં આજે વન વિભાગની ટીમ દ્વારા પોલીસની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી અને આગામી સમયમાં આ ગ્રીન અંબાજી પ્રોજેક્ટ મા 500 હેક્ટર વાવેતર લેવાનું હોઈ આ દબાણ દૂર કરાયું હતુ. વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોદી નો પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે.

સ્ટાઇલિશ ગુજ્જુ બોયએ રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો ડંકો વગાડ્યોઃ કચ્છના ચેતનની કહાની મનોબળ મક્કમ કરનારી

અંબાજી ઉતર રેન્જ દ્વારા ગ્રીન અંબાજી પ્રોજેક્ટમાં આ વર્ષે 200 હેક્ટર વાવેતર કરાયુ હતું અને તે પહેલા 150 હેકટર વાવેતર કરાયુ હતું અને આગામી સમયમાં 500 હેક્ટર વાવેતર કરવામાં આવશે. અંબાજી ઉત્તર રેન્જ ના અંબાજી બીટ વિસ્તારમાં સર્વે નંબર 8 મા કુલ 40 દબાણદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા 19 લોકો સનદ સિવાય વધુ દબાણ કર્યુ હતું,તે દબાણ દૂર કરવામા આવ્યુ હતુ. જ્યારે બીજા 21 લોકો સનદ વગરના હતા તેમનું પણ દબાણ દૂર કરવા છેલ્લા 2 મહિનામાં 3 વખત નોટિસ આપી હતી અને આજે તાલુકા કક્ષાની દબાણ ટીમના મામલતદાર , આરએફઓ, અંબાજી પીઆઈ ની સયુંકત ટીમ મળી 80 જેટલા કાફલામાં ટ્રેકટર, જેસીબી સાથે દબાણ દૂર કરવામા આવ્યુ હતું. અહી આવેલી પોલીસ દ્વારા સાથે ટિયર ગેસ પણ રાખવામા આવ્યુ હતુ.

ગ્રીન અંબાજી પ્રોજેક્ટ શું છે.

ગબ્બર વિસ્તાર કે જે અંબાજી ઉત્તર રેન્જમાં વન વિભાગની હદમાં આવે છે તેમાં કુલ 150 હેકટર પૈકી 30 હેક્ટર મા ગ્રીન અંબાજી નો પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટમાં અંબાજી અને ગબ્બર વિસ્તારના બોડા ડુંગર ને ફરીથી હરિયાળા કરવા માટે આ પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે. જે પીએમ નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT