ચીનને બકરૂ કાઢતા ઉંટ પેઠું, ડેલ્ટા વેરિએન્ટ પરત ફર્યો વ્હાઇટ લંગ્સની સમસ્યા આવી પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

બીજિંગ : ચીનમાં કોરોનાનો પ્રકોપ હજી પણ યથાવત્ત છે. આઇસીયુ દર્દીઓથી ખચાખચ ભરેલા છે. ચીનની સરકાર દિવસ રાત દવાઓનું ઉત્પાદન કરીને મેડિસીનની ઘટ પુરી કરવા માટે ફાંફા મારી રહી છે. સરકારે આઇબુપ્રોફેન અને Acetaminophen જેવી દવાઓનું ઉત્પાદન ચાર ગણુ વધારી દીધું છે. જો કે કોરોના સામે લડવાના મોરચે ચીનના પડકારો ઘટી નથી રહ્યા. દર્દીઓના સીટી સ્કેનમાં વ્હાઇટ લંગ્સ સ્વરૂપે ચીનની સામે નવો પડકાર આવ્યો છે.

સંક્રમિત દર્દીઓ વ્હાઇટ લંગ્સથી પ્રભાવિત થયા
બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે, આ વખતે સંક્રમણથી પ્રભાવિત દર્દીઓમાં વ્હાઇટ લંગ્સના લક્ષણ જોવા મળી રહ્યા છે. આ નવા રિપોર્ટે ચીનની ચિંતાને અનેક ગણુ વધારી દીધું છે. ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બીજિંગ અને ઉત્તરી ચીનના હેબઇ પ્રાંતમાં કેટલાક COVID 19 દર્દીઓને જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું તો તે રોગિઓમાં સફેદ ફેફસા (Whitw Lungs) ના લક્ષણ જોવા મળ્યાં.

ચીનના સ્વાસ્થય વિભાગમાં હડકંપ
આ રિપોર્ટના કારણે શરૂઆતમાં ચીનના સ્વાસ્થય વિભાગમાં હડકંપ મચાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટમાં દાવો હતો કે, સફેદ ફેફસા રોગ દેખાવો એ વાતનો સંકેત છે કે, તે દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત નહોતા પરંતુ તેઓ વુહાનમાં જોવા મળેલા ડેલ્ટા વેરિયન્ટના ભોગ બન્યા હતા. વુહાનથી નિકળેલો વાયરસ ફરી ચીનમાં પરત ફર્યો છે.

ADVERTISEMENT

જો કેચીને રિપોર્ટના ખંડનની શરૂઆત કરી દીધી
જો કે ચીનની સરકારે પોતાની સિસ્ટમ અનુસાર જ આ રિપોર્ટનું ખંડન કરવાની શરૂઆત કરી દીધી. તેના દેશમાં કોરોનાનો જુનો વેરિયન્ટ એકવાર ફરીથી સક્રિય નતી થયો. દર્દીઓના સીટી સ્કેનમાં વ્હાઇટ લંગ્સના લક્ષણ મળતા હતા. તે વૃદ્ધ દર્દી હતા. તેઓ સંક્રમણથી ખુબ જ પ્રભાવિત હતા. ચાઇનીઝ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું કે, હાલ ચીનમાં ડેલ્ટા વેરિયન્ટ નથી. ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટનું રિકોમ્બીનેશન નથી થયું.

    follow whatsapp

    ADVERTISEMENT