દિલ્હીની 200 વર્ષ જુની સુનહરી મસ્જિદ હટાવાશે! NDMC ની હેરિટેજ લિસ્ટથી હટાવવાનો પ્રસ્તાવ

ADVERTISEMENT

Sunahri Mosque
Sunahri Mosque
social share
google news

નવી દિલ્હી : દિલ્હીના લુટિયન જોન ખાતેની સુનહરીબાગ મસ્જિદને હટાવવા માટે નવી દિલ્હી નગરપાલિકા પરિષદ (NDMC) દ્વારા નાગરિકો પાસેથી ભલામણો મંગાવાઇ હતી. 200 વર્ષ જુની મસ્જિદને હટાવવા અંગે 2 હજાર કરાત વધારે ભલામણો મળી હતી. NDMC સુનહરી બાગ મસ્જિદને હેરિટેજ લિસ્ટથી હટાવવાનો પ્રસ્તાવ લઇને આવી હતી. જો કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ NDMC પાસેથી પ્રસ્તાવિત આદેશ પરત લેવાની અપીલ કરી છે. સાથે જ અમરોહાથી લોકસભા સાંસદ દાનિશ અલીએ પણ સુનહરી બાગ મસ્જિદને હટાવવાના પ્રસ્તાવ પર વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે, મસ્જિદનું ઐતિહાસિક અને પુરાતાતવિક મહત્વ છે.

રવિવારે NDMC દ્વારા નાગરિકો પાસે ભલામણ મંગાવાઇ

રવિવારે બહાર પાડવામાં આવેલી એક નોટિસમાં NDMC એ 1 જાન્યુઆરી સુધીમાં આ મામલે નાગરિકોની વિરોધ અને ભલામણ માંગી હતી. એનડીએમસીના સુત્રો અનુસાર 2 હજાર કરતા વધારે ભલામણો મળી છે. આ ભલામણો લઘુમતી કલ્યાણ એકમથી પ્રાપ્ત થયા છે. પરિષદના બજેટની જાહેરાત માટે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાંએનડીએમસી અધ્યક્ષ અમિત યાદવને મસ્જિદને હટાવવા અંગે પુછવામાં આવ્યો. આ અંગે તેમણે કહ્યું કે, અમે સુનહરી મસ્જિદ પર જનતા પાસેથી પ્રતિક્રિયા માંગી છે. અમે આ વિસ્તારની આસપાસ ટ્રાફીક જામની ફરિયાદ પર દિલ્હી ટ્રાફીક પોલીસની એક અરજી મળી હતી.

ધાર્મિક સમિતીઓનો સંપર્ક કરીને ભલામણો મંગાવાઇ

તેમણે કહ્યું કે, અમે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને વિવિધ હિતધારકોની ટિપ્પણીઓ માંગી છે. અમે ધાર્મિક સમિતીઓનો સંપર્ક પણ કર્યો છે. દિલ્હી વકફ બોર્ડ આ મામલે કોર્ટમાં ગયો હતો. કોર્ટે આ મામલાનો ઉકેલ કરી દીધો હતો. અમે આ મામલે જનતા પાસેથી પ્રતિક્રિયા માંગી છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છીએ. જનતાની પ્રતિક્રિયાની તપાસ કરવામાં આવશે અને વિરાસત સમિતી પણ તેના વિશે વિચાર કરશે.

ADVERTISEMENT

AIMIM સહિત અનેક મુસ્લિમ સાંસદોએ વિરોધ કર્યો

બીજી તરફ સાંસદ દાનિશ અલીએ કહ્યું કે, સુનહરી બાગ મસ્જિદ દિલ્હીની તે 123 સંપત્તિઓમાંથી એક છે, જેના પર વકફ બોર્ડે દાવો કર્યો છે, જે દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા મામલાનો એક હિસ્સો છે. તેમણે કહ્યું કે, વિરાસત સ્થળોના સંરક્ષણ અને સુરક્ષા માટે સ્થાપિત એચસીસીને તેમને હટાવવાની યાદીમાં ઉમેરવો ન જોઇએ. તેમણે કહ્યું કે, સુનહરી બાગ મસ્જિદને હટાવવાનો સમિતીના મુળ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. અમરોહાના સાંસદે મસ્જિદને હટાવવાની જરૂરિયાત અંગે પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, સુનહરી મસ્જિદ ચારરસ્તાની આસપાસ કોઇ ટ્રાફીક જામની સમસ્યા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT