VIDEO: માતાજીના જાગરણમાં પગ મૂકવાની જગ્યા નહીં અને સ્ટેજ તૂટ્યું, એકનું મોત, 17 ઘાયલ

ADVERTISEMENT

kalkaji temple
kalkaji temple
social share
google news
  • દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાય
  • 17 લોકો ઘાયલ અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું
  • કાર્યક્રમના આયોજનની પરવાનગી વગર જ યોજવામાં આવ્યો હતો

Delhi News: ગઈકાલે રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં (kalkaji temple) જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં 17 લોકો ઘાયલ અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે આ મામલે આયોજકો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર ઘટનાક્રમ?

પોલીસના જણાવ્યા અનુસાર, કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતા કા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને વીઆઈપીના પરિવારજનોને બેસવા માટે બનાવેલા સ્ટેજ પર ચઢી ગઈ હતી, ત્યારબાદ સ્ટેજ નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં સ્ટેજ નીચે બેઠેલા 17 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

સિંગર બી પ્રાકને જોવા માટે આવી પહોંચી હતી ભીડ

એવી જાણકારી મળી રહી છે કે, આ જાગરણમાં બોલિવૂડના પ્રખ્યાત સિંગર બી પ્રાક પહોંચ્યા હતા, તેમને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. દરમિયાન મંદિર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. બી પ્રાકે કહ્યું કે, હું કાલકાજી મંદિર ગયો હતો જ્યાં અકસ્માત થયો હતો. લોકોને નુકસાન થયું છે, મને આશા છે. જેઓ ઘાયલ છે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય.

કાર્યક્રમના આયોજનની પરવાનગી વગર જ કરવાના આવ્યું હતું

પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 337/304 A/188 હેઠળ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT