Breaking News: Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, હવે 23 એપ્રિલ સુધી રહેશે ન્યાયિક કસ્ટડીમાં

ADVERTISEMENT

23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં કેજરીવાલ
Arvind Kejriwal
social share
google news

Arvind Kejriwal News: દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કથિત કેસમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારવાની માંગ કરી હતી. ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, EDએ કેજરીવાલને તિહાર જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ અદાલત સમક્ષ રજૂ કર્યા.
 

કે. કવિતાની ન્યાયિક કસ્ટડી પણ વધારી

23 એપ્રિલે પણ કોર્ટે કેજરીવાલને માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ જ કેસમાં અન્ય આરોપી કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે EDને નોટિસ મોકલી 


તમને જણાવી દઈએ કે, કેજરીવાલે પોતાની ધરપકડ અને રિમાન્ડને કોર્ટમાં પડકાર્યો છે. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે EDને 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રીની અરજીને 29 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયા માટે મુલતવી રાખી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હીના સીએમને પ્રચારથી વંચિત રાખવા માટે ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી 


અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા પણ એક્સાઇઝ પોલિસી કેસમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી જેલમાં છે. આ કેસમાં સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી, જોકે તે હાલમાં જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે સાંજે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી તે ન્યાયિક કસ્ટડીમાં છે.

    follow whatsapp

    ADVERTISEMENT