‘હિન્દુઓને નુકસાન પહોંચાડવાનો હતો હેતુ’- AAPના પૂર્વ કાઉન્સિલર સામે કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્યો સામે દિલ્હીની અદાલતે મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જ ફ્રેમ કર્યો છે. કોર્ટે એ વાત માની છે કે તાહિર હુસૈનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુઓને નુકસાન પહોંચાડવાનો હતો.

આ IPC અંતર્ગત કેસ ચલાવી શકાયઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે અજય ગોસ્વામીથી સંબંધિત કેસમાં ઈન્ડિયન પીનલ કોડ 505, 307, 120 બી અને149 અંતર્ગત તાહિર હુસૈન, શાહ આલમ, નાજિમ, કાસિમ, રિયાસત અને લિયાકત પર કેસ ચલાવી શકાય છે. કોર્ટે કહ્યું કે તાહિર હુસૈન, શાહ આલમ, નાજિમ, કાસિમ, રિયાસત અને લિયાકત બીજાઓને હિન્દુઓને પાઠ ભણાવવા માટે ઉશકેરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્ટ પૂર્વોત્તર દિલ્હીમાં ઈડી દ્વારા દાખલ કરાયેલા મામલામાં સુનાવણી કરી રહી હતી.

રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા
નોંધપાત્ર રીતે, 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ, ઉત્તરપૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સાંપ્રદાયિક અથડામણ થઈ હતી. આમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા અને લગભગ 700 લોકો ઘાયલ થયા.

ADVERTISEMENT

અજય ગોસ્વામીએ કેસ દાખલ કર્યો હતો
આ જ કેસમાં 25 ફેબ્રુઆરીએ રમખાણોમાં ઘાયલ થયેલા અજય ગોસ્વામીના એક સંબંધીએ દયાલપુર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે રમખાણોમાં અજયને ગોળી વાગી છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ASI વિજયંત કુમાર હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોના નિવેદન લીધા. આ પછી કેસ નોંધવામાં આવ્યો હતો.

2017માં તાહિરને કાઉન્સિલર બનાવવામાં આવ્યા હતા
તાહિર હુસૈન આમ આદમી પાર્ટીની ટિકિટ પર 2017ની MCD ચૂંટણી જીત્યા હતા. ફેબ્રુઆરી 2020 માં, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોમી રમખાણોના કેસમાં તાહિર હુસૈનનું નામ કાવતરાખોર તરીકે આવ્યું હતું. આ પછી આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તે જ સમયે, પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને 20 ઓગસ્ટ 2020 ના રોજ તાહિરનું સભ્યપદ સમાપ્ત કરી દીધું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT