સગીર કુસ્તીબાજના યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહને દિલ્હી પોલીસની ક્લીન ચીટ, ચાર્જશીટ દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે. દિલ્હી પોલીસે ગુરુવારે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.

વાસ્તવમાં 21 એપ્રિલે 7 મહિલા રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. આ મામલામાં દિલ્હી પોલીસે 28 એપ્રિલે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પહેલો કેસ 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર હતો. જ્યારે સગીરની ફરિયાદના આધારે 1 કેસ નોંધવામાં આવ્યો હતો.

બ્રિજ ભૂષણ સામે યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરનાર સગીર મહિલા રેસલરે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. અગાઉ પોતાના નિવેદનમાં જ્યાં સગીર મહિલા કુસ્તીબાજે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, હવે તેણે પોતાનું નિવેદન બદલીને કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

ADVERTISEMENT

સગીરે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પ્રથમ નિવેદનમાં જાતીય શોષણની વાત કરી હતી. બીજા નિવેદનમાં, સગીરે જાતીય શોષણના આરોપને પાછો ખેંચી લીધો અને કહ્યું કે, મારી પસંદગી કરવામાં આવી ન હતી, મેં ખૂબ મહેનત કરી હતી, હું ડિપ્રેશનમાં હતી, તેથી ગુસ્સામાં મેં જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો.

કુસ્તીબાજોએ 15 જૂન સુધીનું આંદોલન રદ કર્યું હતું
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજો યૌન ઉત્પીડનના મામલામાં બ્રિજભૂષણ શરણની ધરપકડની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ કુસ્તીબાજો રમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. આ દરમિયાન રમત મંત્રાલય દ્વારા મળેલા આશ્વાસન બાદ કુસ્તીબાજોએ 15 જૂન સુધી તેમનું આંદોલન પાછું ખેંચી લીધું હતું.

ADVERTISEMENT

અનુરાગ ઠાકુરે આ ખાતરી આપી હતી
રમતગમત મંત્રી દ્વારા કુસ્તીબાજોને ખાતરી આપવામાં આવી હતી કે બ્રિજભૂષણ સામે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જૂનના અંત સુધીમાં યોજવામાં આવશે. જોકે, કુસ્તી સંઘની ચૂંટણી માટે 6 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સાથે અનુરાગ ઠાકુરે 28 મેના રોજ થયેલા હંગામાને લઈને કુસ્તીબાજો વિરુદ્ધ નોંધાયેલ કેસ પાછો ખેંચવાની ખાતરી આપી હતી.

ADVERTISEMENT

વિનેશ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ 23 એપ્રિલથી 28 મે સુધી જંતર-મંતર પર ધરણા કર્યા હતા. કુસ્તીબાજોએ 28 મેના રોજ જંતર-મંતરથી નવી સંસદ સુધી કૂચ કરી હતી. આ દિવસે પીએમ મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં પોલીસે કૂચની મંજૂરી આપી ન હતી. આમ છતાં કુસ્તીબાજોએ કૂચ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે મારામારી અને ઝપાઝપી થઈ હતી. આ પછી 28 મેના રોજ પોલીસે કુસ્તીબાજોને વિરોધ સ્થળ પરથી હટાવી દીધા હતા. આ સાથે પોલીસે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઈલેક્ટોરલ કોલેજ માટે નામો આપવાની છેલ્લી તારીખ 19 જૂન નક્કી કરવામાં આવી છે. આ પછી, યાદી તૈયાર કરીને 22 જૂને જાહેર કરવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 23 જૂન રહેશે. જ્યારે, નોમિનેશન 27 જૂને પ્રદર્શિત થશે. આ પછી, 28 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આ દિવસે જ યાદી પણ જારી કરવામાં આવશે. 28 જૂનથી 1 જુલાઈ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. આ પછી 6 જુલાઈએ ચૂંટણી યોજાશે.

    follow whatsapp

    ADVERTISEMENT