દિલ્હીમાં ધોળા દિવસે પોલીસનું ફાયરિંગ, કુખ્યાત આરોપીને ઝડપી લેવાયો

ADVERTISEMENT

Delhi Police Encounter
દિલ્હી પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યું
social share
google news

દિલ્હી પોલીસે એક બાંગ્લાદેશી ડાકુનું દિલ્હીમાં એન્કાઉન્ટર કર્યા બાદ ધરપકડ કરી લીધી છે. 5 જેટલી લૂંટમાં સંડોવાયેલો આ આરોપી પર  2 લાખ રૂપિયાનું ઇનામ હતું. ઝડપાયેલો આરોપી ગત્ત વર્ષે 3 કરોડ રૂપિયાની લૂંટનો પણ માસ્ટર માઇન્ડ હતો. શુક્રવારે સવારે દ્વારકાના ધુલસિરામ ગામમાં એક એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ ક્રાઇમબ્રાંચના હાથમાં ચડી હતી.

અનેક લૂંટ કરનાર આરોપી પર 2 લાખનું હતું ઇનામ

એન્કાઉન્ટરમાં મિરાજ ઉર્ફે મેહરાજના પગમાં ગોળી વાગી હતી. ગત્ત વર્ષે અશોક વિહારમાં થયેલી 3 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં પણ તે વોન્ટેડ હતો. મિરાજ અને તેના સાથીદારોએ એક વેપારીના ઘરના લોકોને બંધક બનાવીને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ સ્પેશિયલ સેલ, ક્રાઇમબ્રાંચ અને નોર્થવેસ્ટ દિલ્હીની પોલીસની અનેક ટીમ મિરાજને શોધી રહી હતી. કેટલાક દાવાઓ એવા પણ થયા હતા કે, મિરાજ બાંગ્લાદેશ ભાગી ગયો હોઇ શકે. ત્યાર બાદ તેના પર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. 

ગુપ્ત બાતમીના આધારે ધરપકડ

એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઇમ) સંજય ભાટિયાએ કહ્યું કે, ગુરૂવારે રાત્રે ક્રાઇમબ્રાંચની પશ્ચિમ રેંજ-2ના સભ્યોને ટીપ મળી હતી કે ફરાર મિરાજ દ્વારકાના ધુલસિરાસ ગામમાં પોતાની ગેંગના સભ્યો સાથે આવવાનો છે. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓએ ટીમ બનાવી તેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી હતી. 

ADVERTISEMENT

આરોપીને ઝડપી લેવામાં આવ્યો

રાત્રે આશરે 2.30 વાગ્યે ટીમના સભ્યોએ વિસ્તારમાં જાળ બિછાવી હતી. આશરે 15 મિનિટ બાદ તેમણે આરોપીને તેના સહયોગીઓની સાથે જોયો હતો. પોલીસે સરેન્ડર કરવાનું કહેતા તેણે પોલીસ પાર્ટી પર 2 રાઉન્ડ ફાયર કર્યું હતું. જેની એક ગોળી પોલીસ ઇન્સપેક્ટરના બુલેટપ્રુફ જેકેટ પર વાગી હતી. મિરાજના સાથીએ કરેલી ગોળી એક કોન્સ્ટેબલને સામાન્ય ઇજા પહોંચાડીને નિકળી ગઇ હતી. ત્યાર બાદ સ્વબચાવમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. જે પૈકી એક ગોળી મિરાજના પગમાં વાગી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરી લીધો છે. તપાસ ચાલી રહી છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT