Delhi: ધારાસભ્ય-મંત્રીઓને હોળી બાદ દિવાળી, પગારમાં 67%નો વધારો, મુખ્યમંત્રીનો પગાર 72 હજારથી વધીને 1.70 લાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: જુલાઈ 2022માં દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યો-મંત્રીઓ અને મુખ્યમંત્રીનો પગાર વધારવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રસ્તાવને મંજુરી મળ્યા બાદ દિલ્હી સરકારના કાયદા વિભાગે પગાર વધારા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે દિલ્હીના ધારાસભ્યને 90,000 હજાર સુધીનો પગાર મળશે. અગાઉ દિલ્હીના ધારાસભ્યોનો પગાર 54,000 રૂપિયા હતો.

દિલ્હીમાં ધારાસભ્યોના પગારમાં 67%નો વધારો કરવામાં આવ્યો છે. હવે ધારાસભ્યોને દર મહિને 90 હજાર રૂપિયા મળશે. અત્યાર સુધી ધારાસભ્યોને 54 હજાર રૂપિયા મળતા હતા. આ ઉપરાંત મંત્રીઓ અને મુખ્યમંત્રીના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનો પગાર હવે વધીને 1.70 લાખ રૂપિયા પ્રતિ માસ થઈ ગયો છે. એટલે કે મંત્રી અને મુખ્યમંત્રીના પગારમાં 136 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જુલાઈ 2022માં દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યો-મંત્રીઓ અને મુખ્યમંત્રીના પગારમાં વધારો કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે, આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ, દિલ્હી સરકારના કાયદા વિભાગે પગાર વધારા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.

12 વર્ષ પછી વધ્યો
દિલ્હીમાં 12 વર્ષ પછી ધારાસભ્યોનો પગાર વધ્યો છે. 14 ફેબ્રુઆરી 2023થી ધારાસભ્યોને 90 હજાર રૂપિયાનો પગાર મળશે. જ્યારે મુખ્યમંત્રી, મંત્રી, સ્પીકર અને વિપક્ષના નેતાને 1.72 લાખ રૂપિયા મળશે. તેમાંથી તેને 70 હજાર રૂપિયા એડવાન્સમાં મળશે. 4 જુલાઈ, 2022ના રોજ ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીના પગારમાં વધારો કરવા માટે 5 દરખાસ્તો પસાર કરવામાં આવી હતી. અત્યાર સુધી ધારાસભ્યોને 12000 રૂપિયા મૂળ પગાર મળતો હતો. હવે તે વધારીને 30 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ડીએ 1000 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવ્યું છે. નવી દરખાસ્ત મુજબ હવે ધારાસભ્યોને ભથ્થા સહિત દર મહિને 90 હજાર રૂપિયા મળશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: દિલ્હીથી દોહા જતી indigo airline નું કરાચીમાં મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઇટમાં જ મુસાફરનું મોત

તેલંગાણામાં મળે છે સૌથી વધુ પગાર
ભારતમાં ધારાસભ્યોની સેલેરી મામલે સૌથી વધુ સેલેરી તેલંગાણામાં મળે છે તમામ ભથ્થા સહિત એક ધારાસભ્યને દર મહિને 2.5 લાખ રૂપિયા મળે છે. ડિસેમ્બર 2015માં દિલ્હીની AAP સરકારે ધારાસભ્યોના પગારમાં વધારો કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. જેમાં ધારાસભ્યોનો પગાર 54 હજારથી વધારીને 2.10 લાખ પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ કેન્દ્ર દ્વારા આ બિલ રદ કરવામાં આવ્યું હતું. આ મામલે ભાજપે કહ્યું કે 2015નો ઠરાવ નિયમોનું ઉલ્લંઘન કરીને પસાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તેને મંજૂરી મળી ન હતી. એટલું જ નહીં, કેન્દ્રએ આપ સરકારને પ્રસ્તાવમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ પણ આપી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT