MCD Election Result અપડેટ્સ: દિલ્હીમાં ઝાડુ અને કમળ વચ્ચે કાંટાની ટક્કર, કોંગ્રેસ સીનમાંથી જ બહાર
દિલ્હી: દિલ્હી નગર નિગમ (MCD)ની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના રૂઝાનમાં આમ આદમી પાર્ટીને લીડ મળતી દેખાઈ રહી છે.…
ADVERTISEMENT
દિલ્હી: દિલ્હી નગર નિગમ (MCD)ની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના રૂઝાનમાં આમ આદમી પાર્ટીને લીડ મળતી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ સીનમાંથી જ ગાયબ દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે. ખાસ વાત એ છે કે દિલ્હી MCDમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનો કબ્જો છે. પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી આગળ હોવાનું દેખાઈ રહ્યું છે.
2 કલાકની મતગણતરીમાં કોણ આગળ?
MCDની ચૂંટણીની મતગણતરીમાં સવારે 9.50 વાગ્યા સુધીમાં ભાજપ 112 સીટો પર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 126 સીટ પર આગળ છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો માત્ર 7 બેઠકો પર આગળ છે, જ્યારે 5 બેઠકો પર અપક્ષથી ચૂંટણી લડનારા ઉમેદવારો આગળ છે. કોઈપણ પાર્ટીને MCDની ચૂંટણી જીતવા માટે 250માંથી 126 બેઠકો મેળવવી જરૂરી છે. ત્યારે મતગણતરી પૂરી થાય ત્યારે કઈ પાર્ટી પહેલા ક્રમે હશે તે ખાસ જોવાનું રહેશે.
वोटर जिस गति से निकला था उससे लग रहा था कि वोटर ना किसी को हराने के लिए निकला है और ना जिताने के लिए.: वरिष्ठ पत्रकार @VinodAgnihotri7
#ResultsonAajtak #MCD #MCDResult #MCDVoteCounting | @shubhankrmishra | @chitraaum pic.twitter.com/pVKupCdDnn— AajTak (@aajtak) December 7, 2022
ADVERTISEMENT
42 મત કેન્દ્રો પર ચાલી રહી છે મતગણતરી
નોંધનીય છે કે, વોટની ગણતરી કરવા માટે ચૂંટણી પંચે કુલ 42 મતગણતરી કેન્દ્રો બનાવ્યા છે. મતની ગણતરી રિટર્નિંગ ઓફિસરો દ્વારા ઉમેદવારોની ઉપસ્થિતિમાં અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે 136 જેટલા એન્જિનિયરો પણ તૈનાત કર્યા છે. આ તમામ મતગણતરી કેન્દ્રોની બહાર ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં માત્ર રજીસ્ટર્ડ વ્યક્તિઓને જ એન્ટ્રી મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT