ED ની ધરપકડનો સતાવી રહ્યો છે ડર... CM કેજરીવાલે ખેલ્યો મોટો દાવ, મળશે રાહત?

ADVERTISEMENT

Delhi Excise Policy Case
નવમા સમન્સ બાદ કેજરીવાલે ખેલ્યો મોટો દાવ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

CM અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું સમન્સ

point

9મી વખત મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું સમન્સ

point

કેજરીવાલે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી કરી અરજી

Delhi Excise Policy Case:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. CM કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી તાજેતરની અરજીમાં હાઈકોર્ટ પાસેથી માંગ કરવામાં આવી છે કે EDને 'કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી નહીં' કરવાનો નિર્દેશ આપવામાં આવે. સીએમ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટને કહ્યું કે EDએ કોર્ટ સમક્ષ એ ખાતરી આપવી જોઈએ કે જો હું સમન્સનું પાલન કરીશ તો મારી સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

CM કેજરીવાલને 9મું સમન્સ 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચ એટલે કે આજે 9મી વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે. પૂછપરછ કરતા પહેલા તેમણે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કોઈ દંડાત્મક પગલાં લેવામાં ન આવે. અગાઉ મોકલવામાં આવેલા સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેમને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

સીએમ કેજરીવાલે ખખડાવ્યો HCનો દરવાજો

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડની આશંકાને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યું કે જો ઈડી એવી ખાતરી આપે કે તે તેમની ધરપકડ નહીં, તો તેઓ ઈડી સમક્ષ હાજર થવા માટે તૈયાર છે. 

ADVERTISEMENT

'...તમે કંઈક છુપાવી રહ્યા છો'

અરવિંદ કેજરીવાલ પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ કહ્યું કે દિલ્હીના સીએમ ફરીથી ED સમન્સથી બચી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ તમે સરકારથી કેમ ભાગી રહ્યા છો, એ તો તમે જ જાણો જ છો. તમે કાયદાનું અપમાન કરી રહ્યા છો. તમે કાયદાથી ઉપર નથી. મહેરબાની કરીને કાયદા અને વ્યવસ્થાનું સન્માન કરો. તમે જે રીતે ભાગી રહ્યા છો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે કંઈક છુપાવી રહ્યા છો.

કેજરીવાલને ક્યારે-ક્યારે મોકલવામાં આવ્યા હતા સમન્સ?

કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 4 માર્ચ અને 17 માર્ચે સમન્સ મોકલ્યા હતા. સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT