સુરતની ગ્રીષ્મા હત્યા જેવો બનાવઃ કિશોરીને 20 ઘા અને પથ્થર મારી જાહેરમાં હત્યા કરનાર શખ્સ ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ગુજરાતના સુરતમાં ગ્રીષ્મા નામની એક યુવતીને તેના પ્રેમમાં પાગલ થયેલા ફેનીલે જાહેરમાં હત્યા કરી દીધી હતી. તેવી જ અરેરાટી પ્રસરાવી દે તેવી ઘટના આજે દિલ્હીમાં બની છે. કિશોરીને 20 ઘા માર્યા, તેમ ઓછું હતું ત્યાં તેના પર પથ્થરોથી વારંવાર ઘા કર્યા અને તેને પતાવી દીધી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી કિશોરી સાક્ષીનો હત્યારો ઝડપાઈ ગયો છે. દિલ્હી પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી ઝડપી પાડ્યો છે. સાહિલ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં પોતાની ઓળખીતી સગીરા સાક્ષીને ચાકુથી મારી નાખે છે અને ફરાર થઈ જાય છે. તેને પોલીસે ઝડપી પાડ્યો છે.

2 વર્ષ પહેલા થયું હતું એન્કાઉન્ટર, હવે કબરમાંથી ગુનેગારની લાશ ગાયબ, પોલીસની વધી ચિંતા

દિલ્હીના શાહબાદ ડેયરી વિસ્તારમાં 16 વર્ષિય સાક્ષીને સાહીલ નામા શખ્સે ચાકુના ઘા મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તે ઘટનાના સીસીટીવી અહીં દર્શાવ્યા નથી કારણ કે અત્યંત ધૃણાસ્પદ રીતે તેણીની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સાહિલે તે છોકરી સાથે ઝઘડો થયા પછી તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. પથ્થરથી એક પછી એક ઘા કર્યા હતા.

ADVERTISEMENT

એક વ્યક્તિએ ચાકુ છીનવવાના પ્રયત્ન કર્યા પણ…
આ મામલામાં ચિંતા અને આશ્ચર્યની વાત એ હતી કે સાહિલ સગીરાને ગલીમાં છરી વડે રહેંશી રહ્યો હતો અને કોઈ વચ્ચે પડ્યું ન હતું. એક વ્યક્તિએ વચ્ચે પડી ચાકુ છીનવી લેવાના પ્રયત્ન કર્યા પરંતુ તેના પર પણ હુમલો થશે તેવી બીકે તેણે બાદમાં કોઈ પ્રયત્ન કર્યા નહીં. યુવતીને ઇજા પહોંચાડીને આરોપી આરામથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ADVERTISEMENT

ચહેરા પર બીલકુલ અફસોસ નહીં
આ જઘન્ય હત્યા અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા. આગલા દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ અથડામણમાં સાહિલે સાક્ષીને મારવાનું મન બનાવી લીધું હતું. તેની સાથે જ સાહિલ ચાકુ લઈને આવ્યો હતો અને તેણે હુમલો કરતા સમયે સાક્ષીએ બચવાના ઘણા પ્રયાસ કર્યા પણ તેણે તેને બચવાની એક તક આપી નહીં.

ADVERTISEMENT

સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે સાક્ષી પર હુમલો કરી રહેલા સાહિલના માથામાં જાણે એવી ખુન્નસ ચઢેલી હતી કે તેણે કોઈ દયા રાખી નહીં. સાથે જ તે પકડાયો ત્યારે પણ તેના ચહેરા પર અફસોસની એક રેખા પણ દેખાઈ નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT