Liquor Scam: અરવિંદ કેજરીવાલને EDનું ચોથું સમન્સ, 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં EDએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે અને 18 જાન્યુઆરીએ હાજર થવા માટે કહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં મોકલવામાં આવેલું આ ચોથું સમન્સ છે, આ પહેલા તેમને 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીએ ત્રણ સમન્સ પાઠવવામાં આવ્યા તા, પરંતુ તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા.

EDએ પાઠવ્યું ચોથું સમન્સ

હવે જોવાનું એ રહેશે કે આ ચોથા સમન્સ પછી અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય છે કે નહીં. 3 જાન્યુઆરી પાઠવવામાં આવેલા સમન્સ બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે તેઓ EDને સહકાર આપવા માંગે છે પરંતુ EDનું આ સમન્સ રાજકારણ સાથે સંબંધિત છે. આ ચોથા સમન્સ અંગે આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે ED: AAP

ED દ્વારા સતત સમન્સ જારી કર્યા બાદ આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેમને પૂછપરછના બહાને બોલાવીને તેમની ધરપકડ કરવા માંગે છે. AAPનું કહેવું છે કે, જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે.

AAP નેતાઓએ કર્યો હતો આ દાવો

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ CM કેજરીવાલની ધરપકડનો ડર વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. AAP નેતાઓએ દાવો કર્યો હતો કે ED આજે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને દરોડા પાડી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે. દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દાવો કર્યો હતો કે ED આજે કેજરીવાલની ધરપકડ કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT