‘મેં મારું જીવન ઈમાનદારીથી જીવ્યું, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી’, EDના સમન્સ પર બોલ્યા કેજરીવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ED summons CM Arvind Kejriwal: દિલ્હી દારૂ કૌભાંડ (Delhi Liquor Scam)માં EDની તપાસનો વ્યાપ વધી રહ્યો છે. આ જ ક્રમમાં તપાસ એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ મોકલીને હાજર થવા માટે કહ્યું છે. પરંતુ અરવિંદ કેજરીવાલે આ સમન્સને ગેરકાયદેસર ગણાવીને EDના ઈરાદા પર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છું પરંતુ EDનું આ સમન્સ ગેરકાયદેસર છે અને તેને પાછું ખેંચી લેવું જોઈએ.

‘EDનું સમન્સ રાજકીય રીતે પ્રેરિત છે’

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, EDનું સમન્સ રાજકીય રીતે પ્રેરિત છે. તેથી તેને પાછું ખેંચી લેવું જોઈએ. તેમણે કહ્યું કે, મેં મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. તેમણે કહ્યું કે, ગત વખતની જેમ આ વખતે પણ EDનું સમન્સ ગેરકાયદેસર છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ 20 ડિસેમ્બરે 10 દિવસની રજા લઈને વિપશ્યના સેન્ટર માટે ચાલ્યા ગયા.

2 નવેમ્બરે પણ હાજર નહોતા થયા કેજરીવાલ

આ બીજી વખત છે જ્યારે ED તરફથી સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ હાજર નહીં થાય. અગાઉ એજન્સીએ તેમને 2 નવેમ્બરે હાજર થવા કહ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી 19 ડિસેમ્બરે EDએ તેમને ફરીથી સમન્સ મોકલ્યું.

ADVERTISEMENT

હવે ED પાસે શું છે ઓપ્શન?

અરવિંદ કેજરીવાલ સતત બીજી વખત ED સમક્ષ હાજર થયા નથી. હવે સવાલ એ થાય છે કે હવે તપાસ એજન્સી શું કરશે? નિષ્ણાતોનું કહેવું છે કે હવે ED ત્રીજી વખત સમન્સ પાઠવી શકે છે. જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ સવાલ-જવાબ માટે હાજર ન થાય ત્યાં સુધી ED સમન્સ જારી કરી શકે છે. જો સીએમ કેજરીવાલ અનેક સમન્સ બાદ પણ એજન્સી સમક્ષ હાજર ન થાય તો ED તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવાની માંગ સાથે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT