દિલ્હી બન્યું સ્વિમિંગપુલ, 1978 બાદ પહેલીવાર આવી સ્થિતિ, કલમ 144 લાગુ કરવામાં આવી

ADVERTISEMENT

Delhi Rains
Delhi Rains
social share
google news

નવી દિલ્હી : દિલ્હીમાં યમુના નદી હાલ ગાંડીતુર બનીને વહી રહી છે. પુર એટલું ભયાનક છે કે, તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની દિલ્હીમાં બુધવારે યમુનાનું જળસ્તર 207.55 મીટર સુધી પહોંચી ગઇ જેથી અત્યાર સુધીનું સૌથી વધારે સ્તર છે. આ અગાઉ 1978 માં આવું પુર આવ્યું હતું. અનેક રહેણાંક વિસ્તારોમાં પુરનું પાણી ઘુસી ગયું તો રિંગરોડ પર પણ પાણી પાણી થઇ ચુક્યું છે. સ્થિતિ વણસતી જોઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇમરજન્સી બેઠક બોલાવી છે. બીજી તરફ દિલ્હી પોલીસે પુર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને દુર રાખવા માટે કલમ 144 લાગુ કરી દીધી છે.

દિલ્હીમાં બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે યમુનાનું જળ સ્તર 207.55 મીટરને સ્પર્શી ગયું હતું. આ અગાઉ 6 સપ્ટેમ્બર 1978 માં જળ સ્તર આટલે ઉંચે સુધી પહોંચ્યું હતું. હથિનીકુંડ બેરેજથી વધારે પાણી છોડવામાં આવવાના કારણે જળ સ્તરમાં વધારો હજી પણ ચાલી રહ્યો છે. વર્ષના મોટાભાગના મહિનાઓમાં ખુબ જ ઓછા જળસ્તર સાથે વહેતી નદી અચાનક ગાંડીતુર બનતા શહેરના હાલ બેહાલ થઇ ગયા છે.

યમુના બેલ્ટમાં બનેલા ઝુંપડા પહેલા જ ડુબી ચુક્યા છે. હવે ખતરો યમુના આસપાસ બનેલી કોલોનીઓ તરફ વધી રહ્યો છે. જૈતપુર વિસ્તારમાં અનેક સ્થળો પર પાણી પહોંચી ચુક્યું છે. એક અધિકારીના અનુસાર ખડ્ડા કોલોની, વિશ્વકર્મા કોલોની અને આસપાસના વિસ્તારોમાં પુરનું પાણી પ્રવેશી ચુક્યું છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે, જે વસ્તીમાં પુર આવ્યું છે, તે તટબંધની અંદર સ્થિત છે. તટબંધ આ વસ્તીઓની રક્ષા કરી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, તટબંધમાં હાલ ક્યાંય પણ તિરાડ નથી.

ADVERTISEMENT

સિંચાઇ અને પુરનિયંત્રણ વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે બુધવારે સવારે હોડીથી યમુનામાં જઇને સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે કહ્યું કે, નિચલા વિસ્તારમાં તટબંધ બનાવાઇ રહ્યો છે જેથી યમુનાનું જળસ્તર વધવાથી પાણી શહેરમાં ન ઘુસે . આ પહેલા 1978 માં જ્યારે હથિનીકુંડ બેરેજમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો રાજધાનીમાં પુર આવ્યું હતું. તે સમયે જુના રેલવે પુલની પાસે યમુનાનું સ્તર 204.79 મીટર હતું. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પુરનું પાણી ઘુસી ગયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT