ભારતીય તબીબોની કમાલ! માતાના ગર્ભમાં રહેલા બાળકના દ્રાક્ષના દાણા જેટલા હૃદયનું સફળ ઓપરેશન
દિલ્હી: દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની દ્રાક્ષની સાઈઝના હૃદયની સર્જરી સફળતાપૂર્વક કરી. ડૉક્ટરોએ બાળકના હૃદયના બંધ વાલ્વને ખોલવા માટે બલૂન ડાઈલેશન સર્જરી…
ADVERTISEMENT
દિલ્હી: દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની દ્રાક્ષની સાઈઝના હૃદયની સર્જરી સફળતાપૂર્વક કરી. ડૉક્ટરોએ બાળકના હૃદયના બંધ વાલ્વને ખોલવા માટે બલૂન ડાઈલેશન સર્જરી કરી હતી. આ સર્જરીને તબીબોએ માત્ર 90 સેકન્ડમાં પૂરી કરી હતી. હાલમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે. આ ઓપરેશન એઈમ્સના કાર્ડિયોથોરાસિક સાયન્સ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. AIIMSના ડોક્ટરોની ટીમે આ પ્રક્રિયા પૂરી કરી. હવે ટીમ બાળકના હૃદયના ચેમ્બરના વિકાસ પર નજર રાખી રહી છે.
મહિલાની છેલ્લી ત્રણ પ્રેગ્નન્સી નિષ્ફળ રહી હતી
28 વર્ષની મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને અગાઉ ત્રણ વખત મિસ કેરેજ થયું હતું. એવામાં ગર્ભમાં ફરીથી ઉછરી રહેલા બાળકના હૃદયની સ્થિતિ વિશે ડૉક્ટરોએ મહિલાને જણાવ્યું અને ઑપરેશનની સલાહ આપી, જેની મહિલા અને તેના પતિએ સંમતિ આપી હતી.
ઓપરેશન કરનારી તબીબોની ટીમે જણાવ્યું કે, બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે હૃદય રોગના કેટલાક ગંભીર સ્વરૂપો શોધી શકાય છે. જો આને ગર્ભાશયમાં જ સુધારી લેવામાં આવે, તો જન્મ પછી બાળકના સારા સ્વાસ્થ્ય અને સામાન્ય વિકાસની શક્યતાઓ વધી જાય છે.
ADVERTISEMENT
એક સોયથી બ્લડ ફ્લો ઠીક કર્યો
સર્જરી કરનાર ડૉક્ટરે જણાવ્યું કે, બાળક પર કરવામાં આવેલી સર્જરીનું નામ બલૂન ડાઈલેશન છે. આ પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ માટે અમે માતાના પેટમાંથી બાળકના હૃદયમાં સોય દાખલ કરી. પછી બલૂન કૈથેટરની મદદથી બંધ વાલ્વને ખોલ્યો જેથી લોહીનું પરિભ્રમણ સારું થઈ શકે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સર્જરી પછી બાળકનું હૃદય વધુ સારી રીતે વિકસિત થશે અને જન્મ સમયે હૃદયના રોગોનું જોખમ ઓછું થશે.
90 સેકન્ડમાં કરી નાખ્યું ઓપરેશન
કાર્ડિયોથોરાસિક સાયન્સ સેન્ટરની ટીમના વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે આવા ઓપરેશન ગર્ભસ્થ બાળકના જીવન માટે પણ ખતરનાક બની શકે છે, તેથી તે ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડશે. મોટાભાગે જ્યારે આપણે આવી પ્રક્રિયાઓ કરીએ છીએ, ત્યારે તે એન્જીયોપ્લાસ્ટી હેઠળ હોય છે, પરંતુ આ એન્જીયોપ્લાસ્ટી હેઠળ થઈ શકતું નથી. આ સમગ્ર પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે અને હૃદયની ચેમ્બર પંચર કરાતું હોવાથી તે ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. જો આમાં કોઈ ભૂલ થાય અથવા વધુ સમય લાગે તો બાળકનો જીવ પણ જઈ શકે છે. તેથી ખૂબ જ ઝડપથી અને સચોટ અંદાજ સાથે પ્રદર્શન કર્યું. અમે આ પ્રક્રિયા 90 સેકન્ડમાં પૂર્ણ કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT