રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર કહ્યું, ભગવાન શ્રી રામ ભારતની ઓળખ છે
નવી દિલ્હી: દેશભરમાં આજે રામ નવમીની ઉજવણી થઈ રહી છે. ઠેર ઠેર શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે…
ADVERTISEMENT
નવી દિલ્હી: દેશભરમાં આજે રામ નવમીની ઉજવણી થઈ રહી છે. ઠેર ઠેર શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું કે ભગવાન રામ ભારતની ઓળખ છે અને માત્ર પથ્થર કે લાકડાની મૂર્તિ નથી.
રક્ષા મંત્રીએ કહ્યું, “ભગવાન રામ માત્ર પથ્થર, લાકડા કે માટીની મૂર્તિ નથી, તે આપણી સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન રામ આપણી અને આપણા દેશની ઓળખ છે. અમે હોસ્પિટલો, શાળાઓ બનાવીશું, ઉદ્યોગો સ્થાપિત કરીશું અને મંદિરો પણ બનાવીશું. દિલ્હી લોકોના હૃદયની નજીક આવી ગયું છે. સિંહે કહ્યું કે ઉત્તર પૂર્વમાં આજે અભૂતપૂર્વ શાંતિ છે જેના કારણે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને પ્રદેશના ઘણા ભાગોમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
તેમણે રામ નવમીના અવસર પર કહ્યું, ‘જ્યારે રામ મંદિરના નિર્માણની વાત આવી તો ઘણા લોકોએ તેના પર પોતાનો અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. કેટલાક લોકોનું માનવું હતું કે તે જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ, જ્યારે કેટલાક લોકોનું કહેવું હતું કે સ્કૂલ બનાવી શકાય. કેટલાકે એવું પણ સૂચન કર્યું હતું કે ઉદ્યોગ સ્થાપી શકાય. આ એવા લોકો હતા જેમણે ભગવાન રામને ક્યારેય સમજ્યા નથી અને ક્યારેય તેને પોતાના હૃદયમાં લગાવ્યા નથી. રક્ષા મંત્રીએ કહ્યું, ‘ભગવાન રામ માત્ર પથ્થર, લાકડા કે માટીની મૂર્તિ નથી, તે આપણી સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન રામ આપણી અને આપણા દેશની ઓળખ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીયો માટે ખુશખબર, હવે આવા વીઝાધારકોના જીવનસાથી પણ કરી શકશે નોકરી
મહિલા સશક્તિકરણને લઈ કરી આ વાત
હવે સેનામાં મહિલાઓની ભરતી થઈ રહી છે. આ સાથે જ રાજનાથ સિંહે મહિલા સશક્તિકરણની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માત્ર એક સૂત્ર જ નહીં પરંતુ એક જન આંદોલન બની ગયું છે. સિંહે કહ્યું, “હું રક્ષા મંત્રી તરીકે કહી શકું છું કે આજે મહિલાઓ સશસ્ત્ર દળોમાં જોડાઈને વધુ તાકાત વધારી રહી છે. તે ફાઈટર પાઈલટ તરીકે ફાઈટર એરક્રાફ્ટ ઉડાવી રહી છે. તાજેતરમાં મેં આર્ટિલરીમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોમાં મહિલાઓના સમાવેશ સાથે અમે મહિલા સશક્તિકરણ અને સશસ્ત્ર દળોને મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT