એક મહિનામાં ન્યાય આપીશું; રક્ષામંત્રીએ પૂંછના પીડિતોને આપી સાંત્વના, સેનાને દિલ જીતવાની સલાહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Poonch attack : આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારનોને મળ્યા હતા. તેઓ મૃતકના પરિવારને મળ્યા અને સંવેદના વ્યક્ત કરી હતી. સાથે તેમણે પરિવારના સભ્યોને એક મહિનામાં ન્યાય આપવાનું વચન આપ્યું છે. પૂંછમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના કાકાએ આ માહિતી આપી હતી. આ હુમલામાં સફીર હુસૈન, શૌકત અલી અને શબ્બીર હુસૈનનું મૃત્યુ થયું હતું. આ મામલામાં સેનાએ કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરી છે અને ત્રણ અધિકારીઓને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે.

પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી

ત્રણ લોકોના મૃત્યુ થયું તેમના એક પરિવારના સભ્યએ કહ્યું કે, અમને ન્યાય જોઈએ છે. શા માટે ત્રણ નિર્દોષ લોકોને ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા? ભારતીય સેનાનો આવો ચહેરો ક્યારેય જોવા મળ્યો નથી. અમે ભારતીય નાગરિક તરીકે શાંતિથી જીવવા માંગીએ છીએ, પરંતુ સેના અમને ભયના પડછાયા હેઠળ રાખવા માંગે છે. તેમણે પૂછ્યું કે, શું જેમણે તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેઓ ક્યારેય શાંતિથી જીવી શકશે? તેથી અમે ઈચ્છીએ છીએ કે તે ત્રણ લોકોની હત્યામાં સામેલ અધિકારીઓ અને જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે અન્ય પાંચ લોકો જેમને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો. તેમની રાજૌરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી તેમને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી.

રક્ષામંત્રીએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી

એક તરફ રક્ષામંત્રીએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી, તો બીજી તરફ તેમણે જવાનોને લોકોના દિલ જીતવાની સલાહ પણ આપી. રાજનાથ સિંહે કહ્યું, દેશના લોકોના દિલ જીતવાની જવાબદારી પણ સૈનિકોના ખભા પર છે. એવી ભૂલો ન કરવી જોઈએ જેનાથી દેશના લોકોના દિલને ઠેસ પહોંચે. બુધવારે રાજૌરી પહોંચેલા રાજનાથ સિંહે સૈનિકોને સંબોધિત કર્યા અને પુંછમાં મૃત્યુ પામેલ ત્રણ લોકોના પરિવારજનોને સાંત્વના આપી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT