રાજનાથ સિંહની તબિયત અચાનક બગડી, પીઠમાં દુખાવા બાદ AIIMSમાં કરાયા દાખલ

ADVERTISEMENT

Rajnath Singh Admit in Aiims
રાજનાથ સિંહની તબિયત બગડી
social share
google news

રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પીઠના દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ એમ્સ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ છે. ન્યુરો સર્જન ડો.અમોલ રહેજાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આજે કમર અને પીઠના દુખાવાની ફરિયાદ બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.

તમને જણાવી દઈએ કે, રાજનાથ સિંહે 10 જુલાઈએ પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન ઘણા નેતાઓએ તેમને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT