પુત્રીના લગ્નમાં જાન આવે તે પહેલા કાકાનું અને વિદાય પછી દાદીનું મોત
જાન આવે તે પહેલા જ અચાનક કાકાનું અવસાન થયું જાનની વિદાય બાદ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા લગ્ન શરૂ થાય તે પહેલા યુવતીના કાકાના…
ADVERTISEMENT
- જાન આવે તે પહેલા જ અચાનક કાકાનું અવસાન થયું
- જાનની વિદાય બાદ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા
- લગ્ન શરૂ થાય તે પહેલા યુવતીના કાકાના અંતિમ સંસ્કાર કરાયા
જયપુર : રાજસ્થાનના બુંદી જિલ્લામાં ભત્રીજીના લગ્નનો વરઘોડો આવે તે પહેલા જ તેના કાકાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ પછી ભારે ગમગીનીના માહોલમાં વર-કન્યાએ સાત ફેરા લીધા હતા. આ પછી, જ્યારે દુલ્હન વિદાય આપી, ત્યારે તેની દાદીનું પણ અવસાન થયું. બેના મોતથી લગ્ન ઘરમાં ભારે હડકંપ મચી ગયો હતો.
એક જ પરિવારમાં 2 લોકોનાં મોતથી હડકંપ
રાજસ્થાનના બુંદીમાં એક પરિવારમાં લગ્નની શરણાઇઓ વાગી રહી હતી. તમામ લગ્નના વરઘોડાની રાહ જોઈ રહ્યા હતા. વરરાજા દુલ્હનના ઘરે પહોંચે તે પહેલા જ દુલ્હનના કાકા ગોવિંદ લાલનું હાર્ટ એટેકથી અવસાન થયું. આ ઘટનાને કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જો કે જાન આવી ચુકી હોવાથી ખુબ જ સાદાઇથી લગ્નનું આયોજન કરાયું હતું. જ્યારે લગ્નનો વરઘોડો આવ્યો અને વર કન્યાએ ખુબ જ સાદાઇથી લગ્નના સાત ફેરા પુર્ણ કર્યા અને વિદાયનો સમય આવ્યો હતો.
લગ્ન પહેલા જ પરિવારે અંતિમ સંસ્કાર કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્નની વિધિ પહેલા જ પરિવારજનોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. લોકોનું કહેવું હતુ કે, લગ્નના શુભ મુહૂર્તમાં મૃતદેહને ઘરમાં રાખવો યોગ્ય ન હતો. આ કારણે, પરિવારે નિર્ણય કર્યો કે લગ્નની વિધિઓ પૂર્ણ કરતા પહેલા ગોવિંદ લાલના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે.
ADVERTISEMENT
સમગ્ર પરિવાર ખુશ હતો અને અચાનક…
બુંદીના લાખેરીની રહેવાસી રાધિકાના લગ્ન હતા. પરિવારમાં ખુશીનો માહોલ હતો. દરેક જણ નાચતા અને ગાતા હતા. લગ્નનો વરઘોડો આવવાનો હતો. ત્યાં જ રાધિકાના કાકાને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. આ પછી, જ્યારે રાધિકાના લગ્નનો વરઘોડો શંકરપુર ગામથી આવે તે પહેલા અંતિમ સંસ્કાર કરાયા અને ભારે હૈયે ખુબ જ સાદાઇથી લગ્ન વિધિ પુર્ણ કરવામાં આવી.
કન્યાની વિદાય પછી દાદીનું પણ અવસાન થયું
આ દરમિયાન દુલ્હનની હાલત ખુબ જ અસહ્ય હતી. તે ખુબ જ રડી રહી હતી. સમગ્ર પરિવાર આઘાતમાં હતો. લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ કન્યાને વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન દુલ્હનની દાદી 90 વર્ષની મંગલીબાઈનું પણ અવસાન થયું. બેના મોતથી લગ્ન ગૃહમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘરમાં લગ્નની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યાં મહિલાઓ પોતાના પ્રિયજનને ગુમાવતા શોકમાં રડી રહી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT