સ્વાસ્થ્ય મંત્રીનું ટુંકી સારવાર બાદ મોત, ASI એ કાર્યક્રમમાં કર્યું હતું ફાયરિંગ
ભુવનેશ્વર : ઓરિસ્સાના સ્વાસ્થયમંત્રી નબ કિશોર દાસને રવિવારે બપોરે ગોળી મારી દેવામાં આવી હતી. તેમની ભુવનેશ્વરના એપોલો હોસ્પિટલમાં મોત નિપજ્યાં છે. આ ઘટનાને એક પોલીસ…
ADVERTISEMENT
ભુવનેશ્વર : ઓરિસ્સાના સ્વાસ્થયમંત્રી નબ કિશોર દાસને રવિવારે બપોરે ગોળી મારી દેવામાં આવી હતી. તેમની ભુવનેશ્વરના એપોલો હોસ્પિટલમાં મોત નિપજ્યાં છે. આ ઘટનાને એક પોલીસ કર્મચારીની સંડોવણી છે. ઘટના સમયે મંત્રી પોતાની કારમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે જ અચાનક ASI એ તાબડતોબ ફાયરિંગ કરી દીધું હતું. જ્યારે મંત્રીને સમર્થકો માળા પહોંચાડીને સ્વાગત કરી રહ્યા હતા. થોડા સમય સુધી ભારે દોડાદોડી થઇ ગઇ હતી. ત્યાર બાદ મંત્રીને તત્કાલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર માટે ભુવનેશ્વરમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
મંત્રી પર તાબડતોબ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થયમંત્રી નબ કિશોર દાસની ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં મોત થઇ થઇ ગયા હતા. તેમના પર રવિવારે બપોરે જીવલેણ હુમલો થઇ ગયો હતો. મંત્રી પર પોલીસ વિભાગના ASI દ્વારા તત્કાલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. સમગ્ર ઘટના ઝારસુગુડા જિલ્લાના બૃજરાજનગરની નજીક થઇ હતી. આરોપી પોલીસ કર્મચારીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઇ ચુકી છે. તેઓ ગાંધી ચોક પોલીસ સ્ટેશન પર તહેનાત હતા.
સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી
જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે, ઓરિસ્સાના સ્વાસ્થયમંત્રી નબ કિશોર દાસની એપોલો હોસ્પિટલમાં મોત થઇ ચુક્યા છે. બપોરે આરોપી ASI એ કારમાંથી ઉતરતાની સાથે જ તત્કાલ 5 રાઉન્ડ ગોળી ધરબી દીધી હતી. દાસને તત્કાલ એરલિફ્ટ કરીને ભુવનેશ્વર ખસેડાયા હતા. જો કે થોડા કલાકોની સારવાર બાદ આખરે તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની તપાસ CID ક્રાઇમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તપાસ ટીમે બ્રજરાજનગર પોલીસ સ્ટેશન પાસેથી કેસ પોતાના હાથમાં લીધો છે.
ADVERTISEMENT
ટુંકી સારવાર બાદ મંત્રીએ અંતિમ શ્વાસ લીધા
ટીમ સાઇબર એક્સપર્ટ, બેલેસ્ટિક એક્સપર્ટ અને ક્રાઇમબ્રાંચના અધિકારી સહિત 7 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. નેતૃત્વ ડીએસપી રમેશ ડોરા ઓપીએસ કરી રહ્યા છે. તેઓ તપાસ માટે એક વિશેષ હેલિકોપ્ટર દ્વારા ઝારસુગુડા પહોંચ્યા છે. હવે ધીરે ધીરે કમિટીના અન્ય સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. રમેશ ડોરાની સાથે CID ક્રાઇમબ્રાંચના ADGP અરૂણ બોથરા (IPS) પણ વ્યક્તિગત્ત રીતે તપાસનું સુપર વિઝન અને મોનિટરિંગ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. પોલીસે આ મુદ્દે કલમ 307,27 આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT