ટ્રેન દુર્ઘટના: પશ્ચિમ બંગાળના યુવકની બોડી બિહાર મોકલી દીધી, પિતાએ કહ્યું-કોઈ બીજું દાવો કરીને લઈ ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

બાલાસોર: ઓડિશાના બાલાસોરમાં હવે ધીમે ધીમે જીવન સામાન્ય થઈ રહ્યું છે, પરંતુ તાજેતરમાં આ શહેર એક ભયાનક ટ્રેન અકસ્માતનો ભોગ બન્યું છે. આ અકસ્માતમાં અનેક લોકોના પરિવાર બરબાદ થઈ ગયા છે. અનેક લોકો નિરાધાર બન્યા છે. ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેના પુત્રના મૃતદેહને લેવા ઓડિશા પહોંચેલા પશ્ચિમ બંગાળના એક વ્યક્તિએ દાવો કર્યો કે તેના પુત્રનો મૃતદેહ ગુમ થઈ ગયો છે. અન્ય કોઈ વ્યક્તિએ તેમના પુત્રના મૃતદેહ પર દાવો કર્યો તો અધિકારીઓએ તેને બિહાર મોકલી દીધો.

શિવનાથના પુત્ર વિપુલ રોયનું ઓડિશામાં ભયાનક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેમાં 288 લોકોના મોત થયા હતા અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રોયના પિતાએ જણાવ્યું કે, તેમનો પુત્ર પશ્ચિમ બંગાળમાં પોતાના ઘરે પાછો જઈ રહ્યો હતો, પરંતુ આ ભયાનક અકસ્માતમાં તેનું મોત થઈ ગયું. શિવનાથે કહ્યું કે, તેણે તેની માતાને કહ્યું હતું કે ‘મમ્મી, હું થોડા સમય પછી હાવડા પહોંચીશ’, પરંતુ હવે તે ક્યારેય પાછો નહીં આવે. તેમણે કહ્યું કે, તે ટીવી પુત્રની લાશ જોઈને તેને લેવા ભુવનેશ્વર ગયા હતા.

આખા શહેરમાં ફર્યા પણ દીકરો ન મળ્યો
તેમણે કહ્યું કે તેઓ તેમના પુત્રનો મૃતદેહ લેવા ભુવનેશ્વરની કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ગયા હતા, પરંતુ ત્યાંના હેલ્પ ડેસ્કે તેમને જણાવ્યું કે મૃતદેહને અન્ય વ્યક્તિ દ્વારા ઓળખવામાં આવ્યા બાદ બિહાર મોકલવામાં આવ્યો હતો. શિવનાથ શહેરમાં સ્થિત AIIMSમાં પણ ગયા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

ADVERTISEMENT

શિવનાથે કહ્યું કે, તેમનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને અધિકારીઓએ તેમને કહ્યું કે તેમને સાત દિવસમાં રિપોર્ટ આપવામાં આવશે. શિવનાથે કહ્યું, મેં ટીવી પર મારા પુત્રની તસવીર જોઈ અને તરત જ મૃતદેહ લેવા આવ્યો. મને ખબર નહોતી કે તે અહીં ખોવાઈ જશે.

ઓડિશા ટ્રેન અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?
ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશનની (શાલીમાર-મદ્રાસ) મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે પાટા પરથી ઉતરી ગઈ અને અપ લૂપ લાઇન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ. ટ્રેન પૂરપાટ ઝડપે દોડી રહી હતી, જેના પરિણામે 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને 3 ડબ્બા લાઇનની નીચે ઉતરી ગયા હતા.વાસ્તવમાં, બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનો માટે કોઈ સ્ટોપેજ નથી.

ADVERTISEMENT

આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. જ્યારે બહાનાગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ટ્રેનના કેટલાક ડબ્બા માલગાડી સાથે અથડાઈ ગયા. દરમિયાન, અકસ્માત સમયે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયેલી કોરોમંડલ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માત ભુવનેશ્વર રેલ્વે સ્ટેશનથી લગભગ 171 કિલોમીટર અને ખડગપુર રેલ્વે સ્ટેશનથી લગભગ 166 કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT