ઘોર કળીયુગ! બે યુવતીઓને શારીરિક સંબંધનો એવો ચસ્કો ચડ્યો, સેક્સ માટે યુવતી પોલીસ સ્ટેશન પહોંચી

ADVERTISEMENT

Lesbian girl of UP and Bihar
લેસ્બિયન યુવતીઓનો મામલો ચર્ચિત બન્યો
social share
google news

કોઇ યુવક કે યુવતી વચ્ચે પ્રણય પાંગરે અને પછી સામાજિક બંધનોના કારણે કોર્ટ કચેરીએ પહોંચે તેવી બાબતો તો સામે આવતી રહે છે. જો કે હાલમાં બે યુવતીઓના પ્રેમનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. યુપી અને બિહારની રહેવાસી બે યુવતીઓ જે પૈકી એકની ઉંમર 18 વર્ષ અને બીજીની ઉંમર 19 વર્ષ છે. બંન્ને યુવતીઓ સાથે રહેતી હતી અને પછી પ્રેમમાં પડી હતી. પ્રેમ એટલો પાંગર્યો કે બંન્નેએ સાથે જીવવા મરવાના કોલ એક બીજાને આપી દીધા હતા. બંન્ને અનેકવાર એક બીજા સાથે સંબંધો પણ બાંધ્યા હતા. 

સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

છોકરીઓ લગ્ન વગર જ સાથે રહેવાની પોતાની જીદ પર અડગ છે. જો કે તેમના પરિવારના લોકો આ સંબંધનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે હવે આ સમગ્ર મામલો કોર્ટે પહોંચ્યો છે. મુળ યુપીના બિઝનોરની રહેવાસી એક યુવતી સિડકુલની બાજુના એક ગામમાં રહે છે. 18 વર્ષીય આ યુવતી કંપનીમાં નોકરી કરી છે. એક વર્ષ અગાઉ તે પોતાની સહકર્મચારીના સંપર્કમાં આવી હતી. આ યુવતી મુળ બિહારના બકસરની રહેવાસી છે. પોતાની બહેન સાથે જ રહે છે. 

યુપીની રહેવાસી યુવતી અચાનક ગુમ થઇ

બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમ પછી શારીરિક સંબંધો સુધી પહોંચ્યો હતો. આખરે એક દિવસ યુપીની રહેવાસી યુવતી ગુમ થઇ ગઇ હતી. જેથી પરિવાર દ્વારા તેની શોધખોળ આદરી હતી. પોલીસ તપાસમાં તે યુવતી સહકર્મચારી યુવતી સાથે હોવાનો અને બંન્ને વચ્ચે લાંબા સમયથી પ્રેમ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે પોલીસે બંન્નેની યુપીના બનારસમાંથી ધરપકડ કરી લીધી હતી. પોલીસ પુછપરછમાં બંન્ને સાથે રહેવા માંગતા હોવાનો અને લગ્ન કરવા નહી માંગતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બંન્ને માંથી કોઇ પણ પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર નહી હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસની લાંબી સમજાવટ બાદ એક યુવતી પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર થઇ હતી. 

ADVERTISEMENT

દેવરિયામાં બે યુવતીઓએ વિધિવત લગ્ન કર્યા

આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં પશ્ચિમ બંગાળની બે સમલૈંગિક યુવતીઓએ ઉત્તરપ્રદેશના દેવરિયાના એક મંદિરમાં પારંપારિક રીતે લગ્ન કરી લીધા હતા. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના રહેવાસી જયશ્રી રાહુલ (28) અને રાખી દાસ (23)એ લગ્ન કરી લીધા હતા. બંન્ને એક ઓર્કેસ્ટ્રામાં નર્તકી તરીકે કામ કરે છે અને બંન્ને એક બીજાના પ્રેમમાં પડીને આખરે લગ્ન કરી લીધા હતા. 

    follow whatsapp

    ADVERTISEMENT