Dawood Ibrahim પાસે એટલી સંપત્તી કે તેની પાસે અનેક દેશના વડાપ્રધાન પણ ફીક્કા

ADVERTISEMENT

Dawood Ibrahim net Worth
Dawood Ibrahim net Worth
social share
google news

Dawood Ibrahim Property: દાઉદ ઈબ્રાહીમ ભારતીય અંડરવર્લ્ડના સૌથી મોટા ગુનેગારોમાંનો એક છે. તેનો જન્મ 26 ડિસેમ્બર 1955ના રોજ થયો હતો. તેને ડી-કંપનીનો વડો માનવામાં આવે છે. ડોંગરીમાં એક સમયે લુખ્ખાગીરી કરનાર દાઉદ આજે હજારો કરોડની સંપત્તિનો માલિક છે. જો કે મુંબઈ સહિત દેશના અનેક વિસ્તારોમાં તેની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તેની પાસે હ્યુન્ડાઈ એક્સેન્ટ સેડાન કાર પણ હતી. જેની હરાજી થઈ ગઈ છે.

દાઉદ ઇબ્રાહીમ વિશ્વના અનેક દેશો માટે માથાનો દુખાવો

Dawood Ibrahim Net Worth અંડરવર્લ્ડનું એક એવું નામ છે, જે ભારત સહિત દુનિયાના તમામ દેશો માટે માથાનો દુખાવો બની ગયો છે. તેના ગુનાઓનો આખો ઇતિહાસ છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, 1980 અને 1990ના દાયકાની શરૂઆતમાં દાઉદ ઈબ્રાહિમે વેશ્યાવૃત્તિ, જુગાર અને ડ્રગ્સ બિઝનેસ દ્વારા અબજો રૂપિયાનું સામ્રાજ્ય બનાવ્યું હતું.

ફોર્બ્સ અનુસાર દાઉદનું 43 હજાર કરોડનું સામ્રાજ્ય

ફોર્બ્સ મેગેઝિનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દાઉદ ઈબ્રાહિમ પાસે 670 કરોડ ડોલર (લગભગ 43 હજાર 550 કરોડ રૂપિયા)ની કુલ સંપત્તિ છે અને તે વિશ્વના ટોપ 3 સૌથી અમીર ડોનની યાદીમાં સામેલ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ એક સમયે મુંબઈના કાળા કારોબારનો બેતાજ બાદશાહ હતો. ગેરકાયદે દારૂ અને સોનાની દાણચોરીનો ધંધો તેના ઇશારે જ ચાલતો હતો. પરંતુ 1993ના બોમ્બ વિસ્ફોટમાં આરોપી બન્યા બાદ દાઉદ અહીંથી ફરાર થઈ ગયો હતો. ત્યારથી લઈને આજ સુધી તે ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે.

ADVERTISEMENT

ભિખારી પાકિસ્તાનને પણ કરતો રહ્યો છે મદદ

ભારત છોડ્યા બાદ દાઉદે પહેલા દુબઈ અને પછી પાકિસ્તાનથી પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો હતો. સમયની સાથે દાઉદે પોતાનો વ્યવસાય પણ બદલી નાખ્યો. આજે દાઉદ અને તેના નજીકના લોકો મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દાઉદે રિયલ એસ્ટેટમાં ઘણું રોકાણ કર્યું છે. તેની પ્રોપર્ટી ભારત, પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં છે.

દાઉદે સમય સાથે પોતાનો ધંધો પણ બદલી નાખ્યો

દાઉદે રિયલ એસ્ટેટ બિઝનેસના આધારે અબજો રૂપિયાની કમાણી કરી છે. તેની દેશના બે ડઝનથી વધુ શહેરોમાં પ્રોપર્ટી છે. દાઉદના નામે હોટલ ઝૈકા પણ છે. દાઉદની આ હોટલ હવે જપ્ત કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં દાઉદની પહેલી પસંદ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના પ્રોજેક્ટ્સ છે.

ADVERTISEMENT

1993 માં ભારત વિસ્ફોટ બાદ તે આતંકવાદી બન્યો

અમેરિકાના ટ્રેઝરી ઓફિસ ડિપાર્ટમેન્ટે દાઉદ ઈબ્રાહિમને આતંકવાદી જાહેર કર્યો છે. 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં તેની શંકાસ્પદ ભૂમિકા માટે $25 મિલિયનનું ઈનામ ઓફર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના શહેરમાં દાઉદના 3 આલીશાન મકાન છે. આમાંથી એક 30 મી ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં હાઉસ નંબર 37 અને ક્લિફ્ટન રોડ પરનું પ્રખ્યાત વ્હાઇટ હાઉસ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT