પેન્શન લેવા માટે પિતાની વિધવા બની ગઈ દીકરી, સરકારને 10 વર્ષ સુધી અંધારામાં રાખી લાખો રૂપિયા લીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

UP News: ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાંથી એક મહિલાની છેતરપિંડીનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પિતાના મૃત્યુ પછી, પુત્રી તેની વિધવા તરીકે 10 વર્ષ સુધી પેન્શન મેળવતી રહી. પિતાના મોત બાદ પુત્રીમાં તેમની વિધવા પત્ની બનીને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવતી રહી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ જ્યારે જિલ્લા પ્રશાસને તપાસ કરી તો અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આરોપી મહિલા 36 વર્ષીય મોહસિના પરવેઝની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેને કોર્ટે જેલમાં મોકલી આપી છે. આ બાબતે તપાસ ચાલુ છે.

ગેરકાયદેસર રીતે ફેમિલી પેન્શનનો લાભ ઉઠાવી રહેલી મહિલાના પતિએ જ્યારે સત્તાવાળાઓને આ અંગે ફરિયાદ કરી ત્યારે તેનો પર્દાફાશ થયો હતો. કોર્ટના આદેશથી આરોપી મહિલાની ધરપકડ કરીને મંગળવારે 8મી જુલાઈના રોજ જેલમાં મોકલી આપવામાં આવી હતી. હવે આ મામલો જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે આખો મામલો?

આ આખો મામલો અલીગંજ તાલુકાના કુંચદયમ ખાન મોહલ્લાનો છે, જ્યાં 2 જાન્યુઆરી 2013ના રોજ વિઝારત ઉલ્લાહ ખાનનું મૃત્યુ થયું હતું. તેમની પત્ની સાબિયા બેગમનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું. પરંતુ તેની પુત્રી મોહસિના પરવેઝે પેન્શન ફોર્મમાં પોતાને વિઝારતની વિધવા બતાવીને તેનું પેન્શન લેવાનું શરૂ કર્યું. મોહસિનાએ પોતાને તેના પિતાની પત્ની તરીકે રજૂ કરવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા.

ADVERTISEMENT

ત્યારબાદ, તેણે સફળતાપૂર્વક કુટુંબ પેન્શન મેળવવા માટે જરૂરી મંજૂરી મેળવી. 10 વર્ષ સુધી કોઈને તેની ખબર પણ ન પડી. તેને દર મહિને 10,000 રૂપિયાનું ફેમિલી પેન્શન મળવા લાગ્યું. પણ કોઈએ સાચું જ કહ્યું છે કે ખોટું લાંબું ટકતું નથી. મોહસિના સાથે પણ કંઈક આવું જ થયું. પતિની ફરિયાદ બાદ મામલો ડેપ્યુટી કલેક્ટર માનવેન્દ્ર સિંહના ધ્યાન પર આવ્યો હતો. જે બાદ તેમણે મામલાની તપાસ કરાવી અને મામલો સામે આવ્યો.

અત્યાર સુધી મહિલાએ 12 લાખ લીધા છે

અધિકારીઓએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે મહિલાઓએ અત્યાર સુધીમાં 12 લાખ રૂપિયાથી વધુનું પેન્શન લીધું છે. પોલીસે આ કેસમાં મોહસિના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. લાંબા સમયથી નાસતા ફરતા મહિલાની મંગળવારે પોલીસે ધરપકડ કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મોહસિનાએ 2017માં ફારુક અલી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી, જેના પછી દંપતી અલગ થઈ ગયું હતું.

ADVERTISEMENT

અધિકારીઓએ જણાવ્યું કે ફારૂક પહેલાથી જ જાણતો હતો કે મોહસિના સરકાર સાથે છેતરપિંડી કરીને ગેરકાયદેસર રીતે પેન્શન લેતી હતી, પરંતુ તેણે મોહસિનાનું રહસ્ય જાહેર કર્યું ન હતું. ગયા વર્ષે જ્યારે મોહસિનાએ તેને છોડી દીધો ત્યારે તેણે આ બાબતનો ખુલાસો કર્યો હતો. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT