1 મેથી શિરડી મંદિરના દર્શન થઇ જશે બંધ, શું હવે સાંઇ બાબાના દર્શન નહી થઇ શકે?
મુંબઇ : શિરડી મંદિર અને શહેર 1 મેથી બંધ રહેશે. શિંદે સરકારે શિર્ડી મંદિરના સાંઇ બાબા મંદિરની સુરક્ષામાં CISF ની તહેનાતી કરી છે. તેનાથી મંદિર…
ADVERTISEMENT
મુંબઇ : શિરડી મંદિર અને શહેર 1 મેથી બંધ રહેશે. શિંદે સરકારે શિર્ડી મંદિરના સાંઇ બાબા મંદિરની સુરક્ષામાં CISF ની તહેનાતી કરી છે. તેનાથી મંદિર તંત્ર નારાજ છે. તેનું કહેવું છે કે, મંદિરની સુરક્ષા CISF ને સોંપવામાં આવતા શ્રદ્ધાળુઓને પરેશાની થશે. જેથી મંદિર તંત્ર અને સ્થાનિક લોકોએ બુધવારે મીટિંગ કરીને 1 મેથી જ્યાં સુધી નિર્ણય રદ્દ નહી થાય ત્યાં સુધી બંધનું એલાન આપ્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, 2018 માં CISF એ શિરડી એરપોર્ટની સુરક્ષાની જવાબદારી પણ સંભાળી હતી.
કેન્દ્રીય સિક્યુરિટી એજન્સીનો વિરોધ
મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક નાનકડું શહેર શિરડી છે, જ્યાં સાઇબાબાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેનું સમગ્ર મેનેજમેન્ટ સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટ કરે છે. સરકારે મંદિરની સુરક્ષા માટે CISF ને તહેનાત કરી દીધા છે. આ તહેનાતી મેટ્રો સ્ટેશન, એરપોર્ટ અને મંદિરની આસપાસ સુરક્ષા વધારવા માટે કરવામાં આવી છે. જેના કારણે મંદિર તંત્ર અને ગ્રામીણો CISF ની તહેનાતીથી ખુશ નથી. જો કે મંદિરના એક પુજારીએ ન્યૂઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું કે, શ્રી સાંઇબાબા સંસ્થઆન ટ્રસ્ટનું શહેર બંધથી કોઇ લેવા દેવા નથી.
સાંઇ મંદિર અંગે આ નહી જાણતા હો…
આ મંદિરમાં રોજ 25 હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓ આવે છે. આ સ્થળે સાંઇબાબાનું ઘર કહેવામાં આવે છે. માન્યતા અનુસાર શિરડીમાં જ સાંઇબાબાએ 19મી સદીમાં આવ્યા હતા અને અહીં 60 કરતા વધારે વર્ષ રહ્યા હતા. બીજી તરફ શિરડી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું સોલાર કુકર પણ છે. અહીં સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ભોજનશાળા શરૂ રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT