દાનિશ અલી બન્યો રાજનીતિક મુદ્દો, રાહુલ ગાંધી બાદ હવે ઓવૈસીએ પણ ચાબખા વિંઝ્યા
Ramesh Bidhuri Video : લોકસભામાં ભાજપ સાંસદ રમેશ બિધૂડીની બસપા સાંસદ દાનિશ અલી પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો વધતો જઇ રહ્યો છે. વિપક્ષી સંસદોએ…
ADVERTISEMENT
Ramesh Bidhuri Video : લોકસભામાં ભાજપ સાંસદ રમેશ બિધૂડીની બસપા સાંસદ દાનિશ અલી પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો વધતો જઇ રહ્યો છે. વિપક્ષી સંસદોએ દાનિશ અલીનો સાથ આપતા ભાજપ સામે રમેશ બિધૂડીની વિરુદ્ધ એક્શન લેવાની માંગ કરી છે. બીજી તરફ AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર હુમલો કર્યો છે અને કહ્યું કે, ભારતમાં આજે મુસ્લિમોની સાથે ઠીક તે જ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, જેવું હિટલરના જર્મનીમાં યહુદીઓ સાથે કરવામાં આવતું હતું.
ઓવૈસીએ કહ્યું જર્મનીમાં હિટલરે પણ યહુદીઓ સાથે કર્યું હતું
AIMIM સાંસદ ઓવૈસીએ રમેશ બિધુડી દ્વારા બોલાયેલા અપશબ્દો પર ટ્વીટ કર્યું, આ વીડિયોમાં ચોંકાવનારુ કંઇ જ નથી. ભાજપ એક અથાહ ખાઇ છે, એટલા માટે રોજે રોજ નવો નિચલુ સ્તર આવતું જઇ રહ્યું છે. મને વિશ્વાસ છે કે, તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહી થાય. શક્યચા છે કે, આગળ ભાજપ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે. આજે ભાજપમાં મુસલમાનો સાથે એવું જ થઇ રહ્યું છે. જેવું હિટલરના સમયમાં જર્મનીમાં યહૂદીઓ સાથે કરવામાં આવતું હતું. મારી સલાહ છે કે, પીએમ મોદી ઝડપથી આ વીડિયોને અરબીમાં ડબ કરો અને હબીબીઓને મોકલી આપો.
રાહુલ ગાંધી તમામ દલબલની સાથે પહોંચ્યા અલીના ઘરે
બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમગ્ર ટીમની સાથે બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સાંસદ રમેશ બિધુડીએ ગુરૂવારે લોકસભામાં દાનિશ અલી વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે અંગે વિપક્ષ સત્તાધારી પાર્ટી સાંસદની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બિધુડી ચંદ્રયાન-3 સફળતા અને અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધીઓ પર ચર્ચામાં ભાગ લેતા અલી વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરી હતી. બિધુડીના વિવાદાસ્પદ શબ્દોને હાલ સદનની કાર્યવાહીથી હટાવી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નફરતની બજારમાં મહોબ્બતની દુકાન રાહુલે કરી માત્ર આટલી ટિપ્પણી
દાનીશ અલી સાથે ચર્ચા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ઉપરાંત તેમણે અન્ય કોઇ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યુ કે, તેઓ મારુ મનોબળ ઉંચુ રાખવા અને પોતાનું સમર્થન આપવા માટે અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે, હું એકલો નથી અને જે પણ લોકો લોકશાહી સાથે ઉભા છે તેઓ મારી સાથે ઉભા છે.
ADVERTISEMENT