એવું શું થયું કે, દમણમાં 11,636 લોકોને સેશન્સ કોર્ટે નોટિસ ફટકારી

ADVERTISEMENT

એવું શું થયું કે, દમણમાં 11,636 લોકોને સેશન્સ કોર્ટે નોટિસ ફટકારી
એવું શું થયું કે, દમણમાં 11,636 લોકોને સેશન્સ કોર્ટે નોટિસ ફટકારી
social share
google news

કૌશીક જોશી.દમણઃ સંઘપ્રદેશ દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં રહેતા 11,636 લોકો ને દમણની સેશન્સ કોર્ટ તરફથી નોટિસ ફ્ટકારવામાં આવી રહી છે. પાલિકા વિસ્તારમાં મોટાભાગના રહેતા લોકોએ વર્ષ 2021 22 ના ઘરવેરાને નહીં ભરતા દમણ નગર પાલિકા દ્વારા આ બાબતે દમણ કોર્ટમાં કેસ દાખલ કરતા આખરે કોર્ટ દ્વારા પાલિકા વિસ્તારમાં રહેતા લોકોને નોટિસ ફટકારી ઘરવેરો તાત્કાલિક ભરવા તાકીદ કરી છે.

અરવલ્લીની ફટાકડાની ફેક્ટરીમાં આગ અંગે મોટો ખુલાસોઃ ટેસ્ટિંગ વખતે થયો બ્લાસ્ટ

નગરપાલિકાએ જ કર્યો કેસ
દમણ નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકોએ ઘરવેરાની રકમ પાલિકામાં જમા કરાવવાની હોય છે એ ન કરતા કરોડ રૂપિયા ઘરવેરાના બાકી રહેવા પામ્યા હતા. જે બાબતે નગરપાલિકા દ્વારા દમણની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં આ મામલે એક કેસ દાખલ કર્યો હતો. જે બાબતે કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નોડલ અધિકારી દ્વારા પાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકોને વર્ષ 2021 અને 22 સુધીના બાકી નીકળતા એરિયસ ભરી દેવા નોટિસ ફટકારી સૂચિત કરવામાં આવી રહ્યા છે. આ નોટિસ પાલિકા સ્ટેટ લીગલ સેલના નોડલ અધિકારીની અગવાઈમાં પાલિકા કર્મચારીઓ લોકોના ઘરના દરવાજા પર ચોંટાડી અથવા તો તેમને રૂબરૂમાં આપવાની કામગીરી કરી રહ્યા છે. છેલ્લા 20 માર્ચથી નોટિસ આપવાનું કાર્ય પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 11,636 જેટલી નોટિસ લોકોને આપવામાં આવી છે. જ્યારે ઘરવેરાની નીકળતી કુલ રકમ 2.5 કરોડ જેટલી થવા પામી રહી છે. કોર્ટ દ્વારા નોટિસ મારફતે લોકોને એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જેમનો પણ ઘરવેરો 2021 – 22 નો બાકી હોય તેમણે તાત્કાલિક નીકળવા પાત્ર ઘર વેરો તાત્કાલિક ભરવાનો રહેશે. ત્યારે દમણ જાગૃત નાગરિકે આ બાબતે કે અલગ જ પ્રક્રિયા આપી.

લોકો ટેક્સ ભરવા ગયા ત્યારે લીધો નહીં અને હવે…
આ બાબતે નગર પાલિકાના ઓફિસરો દ્વારા જરૂરી જાણકારી આપી જેમાં લોકોએ આગામી 30 એપ્રિલના રોજ આયોજિત થવા જઈ રહેલા લોક અદાલતમાં આવી ઘરવેરા ભરવાના સંદર્ભમાં જરૂરી જાણકારી પણ લઈ શકે છે. જોકે સમગ્ર મામલે સ્થાનિકોના જણાવ્યા મુજબ દમણ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની ટેક્ષ અંગે કોઈપણ નોટિસ પાઠવી નથી અને કોઈપણ અગાઉ ટેક્સની માંગણી કરી નથી. વર્ષ 2021-22 ના ટેક્ષ જેઓ ફરવા માટે ગયા હતા પરંતુ પાલિકા દ્વારા ટેક્સ જમા લેવામાં આવ્યો ન હતો. કારણ કે જે પ્રમાણે ટેક્સ વધારવા માટેની રજૂઆતો હતી. જેમાં કોઈ પણ પ્રકારના ટેક્સ નક્કી કરવામાં આવ્યા ન હતા. હાલ જે પ્રમાણે પાલિકા દ્વારા ટેક્ષ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે ખરેખર અયોગ્ય હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પરંતુ પાલિકાના સી. ઓ. એ આ બાબતે શું કહ્યું તે જાણો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT