માત્ર 1500 રૂપિયા માટે દલિત મહિલાને નગ્ન કરી, ઢોર માર માર્યો અને પેશાબ પિવડાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : માત્ર 1500 રૂપિયા જેવી સામાન્ય રકમ માટે દલિત મહિલાને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો અને પેશાબ પીવડાવવામાં આવ્યું. આરોપીઓએ પહેલા પણ મહિલાને નગ્ન કરીને ગામમાં વરઘોડો કાઢવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી લીધો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બિહારની રાજધાની પટનામાં મહાદલિત મહિલા સાથે અમાનવીય વર્તનની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઉધાર અને વ્યાજના પૈસા નહી ચુકવી શકવાના કારણે મહિલાને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો. આરોપીના પુત્રએ મહિલાને પોતાનો પેશાબ પિવડાવ્યો હતો. મારપીટમાં પીડિતાના માથામાં ગંભીર ઇજા પહોંચી છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પીડિતાના પરિવારના લોકો ગભરાયેલા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. જો કે હજી સુધી કોઇ ધરપકડ થઇ નથી.

મામલો પટના સિટી વિસ્તારના ખુશપુર પોલીસ સ્ટેશનનો છે. જ્યાં મહાદલિતોનું ટોળું છે. અહીં રહેતી એક મહિલાએ ગામના દબંદ પ્રમોદ સિંહ પાસેથી 1500 રૂપિયા ઉધાર લીધા હતા. પીડિતાએ વ્યાજ સાથે તે પૈસા પરત કરી દીધા હતા. જો કે દબંગની દાનત બગડી હતી. પ્રમોદ વારંવાર તેની પાસે આવતો અને માણસો પણ મોકલતો હતો.

ADVERTISEMENT

શનિવારે સવારે પ્રમોદ અગાઉ તેને મારવાની અને નગ્ન કરવાની ધમકી આપી ચુક્યો હતો. પોલીસને પણ ઘટના અંગે જાણ કરાઇ હતી. જો કે પોલીસે પ્રમોદ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નહોતી. રાત્રે આશરે 10 વાગ્યે પ્રમોદ ઘર બહાર આવ્યો અને પુત્ર અંશુને પણ સાથે લાવ્યો હતો. ચાર લોકો સાથે આવેલા દબંગે પહેલા મારામારી કરી હતી. ત્યાર બાદ મહિલાના પતિને બંધક બનાવ્યો. મહિલાને પોતાની સાથે આવવા જણાવ્યું. જેથી ગભરાયેલી મહિલા તેની સાથે જતી રહી હતી.

ત્યાર બાદ પ્રમોદે મહિલાને ઘરે લઇ જઇને નગ્ન કરીને તને ઢોર માર માર્યો હતો. પ્રમોદના કહેવાથી તેના પુત્ર અંશુએ તેના મોઢા પર પેશાબ કર્યો અને પીવડાવવાનો પ્રયાસ પણ કર્યો. મારપીટમાં માથામાં ગંભીર ઇજા થતા મહિલાને ભગાડી હતી. જેથી મહિલા નગ્ન હાલતમાં જ ઘરે અને ત્યાર બાદ હોસ્પિટલ પહોંચી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT