દહીં મુદ્દે આ રાજ્યના મુખ્યમંત્રીએ ભારે હોબાળો કર્યો, વાત છેક કેન્દ્ર સરકાર સુધી પહોંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Tamil Nadu Dahi Label Row: FSSAI ની માર્ગદર્શિકાને અનુસરીને, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કેન્દ્ર સરકાર પર દહીંના નામ પર હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા દહીંનું નામ બદલવાનો નિર્દેશ આપ્યા બાદ તમિલનાડુમાં હિન્દી લાગુ કરવાને લઈને વિવાદ ઊભો થયો છે. FSSAIના નિર્દેશ મુજબ, ‘દહીં’ અથવા ‘તૈયર’ (તમિલ) ને હવે ‘દહી’ (હિન્દી) તરીકે લેબલ કરવામાં આવશે. એટલે કે દહીંના પેકેટ પર ‘દહી’ લખવામાં આવશે. આ નિર્દેશ બાદ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કેન્દ્ર પર દહીંના પેકેટ પર ‘દહી’ લખીને હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો હતો.

દહીંના પેકેટ પર સ્થાનિક ભાષામાં લખવા મુદ્દે હોબાળો
અગાઉ FSSAI એ નિર્દેશ આપ્યો હતો કે, ‘દહીં’ના તમામ પેકેટને તમિલનાડુ અને કર્ણાટકમાં ‘દહીં’ નામ આપવું જોઈએ. જ્યાં તેને ‘તૈયર’ અથવા ‘મોસરુ’ કહેવામાં આવે છે. આ સૂચના પર દક્ષિણ રાજ્ય વતી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તમિલનાડુના દૂધ ઉત્પાદક સંઘ અવિનએ કહ્યું કે, તેના પેકેટો પર હિન્દી શબ્દ ‘દહી’ને બદલે તમિલ શબ્દ ‘તૈયર’નો ઉપયોગ કરશે. FSSAIએ નવી માર્ગદર્શિકા જારી કરી વિવાદ ઉભો થયા બાદ, FSSAIએ ગુરુવારે (30 માર્ચ) દહીં શબ્દના ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી હતી. હવે FSSAI એ એક નોટિફિકેશન બહાર પાડીને દહીંના પેકેટો પર પ્રાદેશિક નામોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

ADVERTISEMENT

FSSAI દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
આ નવા ઉદાહરણો જેમ કે દહીં (દહી) અથવા દહીં (મોસરુ) અથવા દહીં (ઝમુત દાઉદ) અથવા દહીં (તૈયર) અથવા દહીં (પેરુગુ) મુજબ પણ દહીંનું લેબલ લગાવવાને મંજૂરી આપી હતી. માર્ચ 30, પ્રેસ રીલીઝ કરીને જાહેરાત કરી હતી. સ્ટાલિને બુધવારે (માર્ચ 29) કહ્યું કે, જવાબદારોને દક્ષિણ ભાગોમાંથી “દેશનિકાલ” કરવામાં આવશે. સ્ટાલિને તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ને દહીંના પેકેટો પર મુખ્ય રીતે ‘દહી’ છાપવા માટે નિર્દેશિત કરવા વિશે પ્રકાશિત એક સમાચાર શેર કર્યો હતા.

સ્ટાલીને હિંદી થોડવાનો આક્ષેપ લગાવ્યો
મીડિયા અહેવાલોને ટાંકીને, સ્ટાલિને કહ્યું કે હિન્દી લાદવાનો નિર્લજ્જ આગ્રહએ હદ સુધી પહોંચી ગયો છે કે, હિન્દી, તમિલ અને કન્નડમાં લેબલવાળા દહીંના પેકેટને પણ આપણા પોતાના રાજ્યોમાં હટાવી દેવામાં આવ્યા છે. આપણી માતૃભાષાઓ પ્રત્યેની આટલી અવગણના એ સુનિશ્ચિત કરશે કે આના માટે જવાબદાર લોકોને દક્ષિણ ભારતમાંથી હંમેશ માટે દેશનિકાલ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT