Cyclone Tej: વધારે એક વાવાઝોડાનો ખતરો, 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થશે
અમદાવાદ : IMD ની આગાહી અનુસાર આગામી 48 કલાકની અંદર એક લો પ્રેશર ઉત્પન્ન તઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી…
ADVERTISEMENT
અમદાવાદ : IMD ની આગાહી અનુસાર આગામી 48 કલાકની અંદર એક લો પ્રેશર ઉત્પન્ન તઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી બંગાળની ખાડી અને અરબ સગરમાં અનેક વાવાઝોડા આવે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર વાતાવરણની સાયકલ પર અસર પડી શકે છે.
આગામી 48 કલાક ખુબ જ મહત્વના રહેશે
જો કે હવામાન વિભાગના અનુસાર વિશેષ સ્થિતિ તો 48 કલાક બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ આ વાવાઝોડું જો પેદા થાય છે તો તેનું નામ તેજ હોઇ શકે છે. IMD ની આગાહી અનુસાર આ લો પ્રેશન 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. જો કે નિષ્ણાંતોના અનુસાર આ લો પ્રેશર વાવાઝોડામાં જ પરિવર્તિત થાય તેની શક્યતા ઓછી છે. આગામી સમયમાં જોવું રહ્યું કે, કુદરત કઇ બાજુ પડખુ ફેરવે છે.
સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે
જો કે હાલ તો ભારતના હવામાન વિભાગ દ્વારા સતત આ ડિપ્રેશન પર નજર રાખવામાં આવી રહી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા માટે ખુબ જ સાનુકુળ સમય છે. જો તેજ વાવાઝોડું ઉભું થાય તો તેની મહત્તમ સ્પીડ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુસાર મુંબઇ, ગોવા, પુણે સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિ વધારે વિકટ ન થાય તે માટે અત્યારથી જ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર પણ આ અંગેની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT