Cyclone Tej: ‘તેજ’ વાવાઝોડાને લઈને IMDનું મોટું એલર્ટ, ગુજરાત પર સંકટ છે કે નહીં? મેપમાં જુઓ ચક્રવાતનું લોકેશન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Cyclone Tej: દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન ‘તેજ’માં પરિવર્તિત થયું છે. તે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. IMDએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

આજે બપોર સુધીમાં ગંભીર વાવાઝોડામાં ફેરવાશે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાત ‘તેજ’ રવિવાર બપોર સુધીમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતની અસર આરબ દેશો પર વધુ જોવા મળશે. જો કે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સતર્ક રહેવા જણાવ્યું છે.

ADVERTISEMENT

હાલ ક્યાં છે વાવાઝોડું

IMDએ X પર માહિતી આપી હતી કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન ‘તેજ’ 21 ઓક્ટોબરના રોજ 23:30 કલાકે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં યમનના સોકોટ્રાથી 330 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વ, ઓમાનના સલાલાહના 690 કિમી દક્ષિણ પૂર્વ અને અલગ ગૈદા (યમન)ના 720 કિમી પૂર્વ પર કેન્દ્રિય હતું. 22 ઓક્ટોબરની બપોર પહેલા તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

ADVERTISEMENT

ઓમાન અને યમનને અસર થશે!

ચક્રવાતી તોફાન તેજ આગામી 3 દિવસ દરમિયાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 24 ઓક્ટોબરની સવારથી, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને સલાલાહ (ઓમાન) અને અલ ગૈદા (યમન) વચ્ચેના ઓમાન-યમન દરિયાકાંઠાને પાર કરી શકે છે.

ADVERTISEMENT

ગુજરાત પર સંકટ કે નહી?

હવામાન વિભાગે માહિતી આપી હતી કે આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જોકે, IMD એ રાહતના સમાચાર આપ્યા છે કે આ ચક્રવાતની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT