સાયબર ક્રાઈમઃ 300ની લિપસ્ટિકના ચક્કરમાં મહિલા ડૉક્ટરે લાખો રૂપિયા ગુમાવ્યા, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ-અલગ ટ્રિક અજમાવી રહ્યા છે. ત્યારે સાયબર ફ્રોડનો નવો કિસ્સો મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 31 વર્ષીય ડૉક્ટરે ઈ-કોમર્સ પોર્ટલ પરથી 300 રૂપિયાની લિપસ્ટિક ઓર્ડર કર્યા બાદ રૂપિયા 1 લાખનો ચૂનો લાગી ગયો. હકીકતમાં, ઓર્ડર આપ્યાના થોડા દિવસો પછી તેમને કુરિયર કંપની તરફથી એક મેસેજ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમનો ઓર્ડર ડિલીવર થઈ ગયો છે. જોકે, જ્યારે તેમને પ્રોડક્ટ ન મળી તો તેમણે કંપનીના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો. આ દરમિયાન મહિલા ડૉક્ટરને કહેવામાં આવ્યું કે ગ્રાહક સેવા પ્રતિનિધિ ટૂંક સમયમાં તેમનો સંપર્ક કરશે.

2 રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, જ્યારે મહિલા ડૉક્ટરને કથિત ગ્રાહક સેવા પ્રતિનિધિનો કોલ આવ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમનો ઓર્ડર હોલ્ડ પર રાખવામાં આવ્યો છે અને તેને રિસીવ કરવા માટે તેમને 2 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. જોકે, ડૉક્ટરે પૈસા મોકલવાનો ઇનકાર કર્યો હતો અને ફોન કરનાર દ્વારા ઘણી વિનંતીઓ કરવામાં આવી છતાં, તેઓ પૈસા ટ્રાન્સફર કરવા માટે સંમત ન થયા. આ પછી મહિલા ડૉક્ટરને એક વેબ લિંક મોકલી અને તેને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું. જલ્દીથી તેમને તેનું સરનામું અને બેંકની વિગતો ભરવા માટે કહેવામાં આવ્યું.

ખાતામાંથી ઉપડી ગયા 1 લાખ રૂપિયા

આ પછી ડૉક્ટરને BHIM UPI લિંક બનાવવાનો મેસેજ મળ્યો, જે બાદ તેમણે તરત જ ફોન કરનારને આ અંગે પૂછ્યું. ફોન કરનારે તેમને ખાતરી આપી હતી કે હવે તેમને પાર્સલ પહોંચાડવામાં આવશે. જોકે, 9 નવેમ્બરે તેના બેંક ખાતામાંથી 95,000 અને 5,000 રૂપિયા ડેબિટ થઈ ગયા. ડૉક્ટરને તેમના ખાતામાંથી પૈસા ડેબિટ થયાનો મેસેજ મળતા જ તેમણે નેરુલના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો

ADVERTISEMENT

પોલીસે નોંધ્યો કેસ

ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 66C અને 66D હેઠળ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT