પહેલા મળ્યા 1 હજારને બદલે 1300 રૂપિયા, પછી એકાઉન્ટમાંથી ઉડી ગયા 36 લાખ; તમે ન કરતા આવી ભૂલ
Cyber Crime News: સાયબર ફ્રોડનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પુણેની એક મહિલા સ્કેમર્સનો શિકાર બની છે. મહિલાએ એક હજાર પર 300 રૂપિયાના…
ADVERTISEMENT
Cyber Crime News: સાયબર ફ્રોડનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પુણેની એક મહિલા સ્કેમર્સનો શિકાર બની છે. મહિલાએ એક હજાર પર 300 રૂપિયાના પ્રોફિટની લાલચમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી દીધી છે. આ સ્કેમનો ખેલ લગભગ 12 દિવસ સુધી ચાલ્યો. વાસ્તવમાં 33 વર્ષીય મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે. ફ્રોડનો શિકાર બનેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે તે સાયબર ફ્રોડનો શિકાર બની છે. આ ફ્રોડમાં તેણે 36 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
અજાણ્યા નંબર પરથી આવ્યો હતો મેસેજ
ખરેખર, પુણેમાં રહેતી મહિલાને ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં એક હાઈ ઈનકમ ધરાવતી પાર્ટ ટાઈમ નોકરીની ઓફર આપવામાં આવી હતી. તે વ્યક્તિ સાથે 26 સપ્ટેમ્બરે પ્રથમ વખત સંપર્ક થયો હતો. આ મેસેજ ઈન્ટરનેશનલ નંબર પરથી આવ્યો હતો અને તેણે પોતાને એવી કંપનીનો પ્રતિનિધિ (રિપ્રેઝેન્ટિવ) ગણાવ્યો હતો, જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની રીચ વધારવામાં મદદ કરે છે.
શરૂઆતમાં અપાયા ટાસ્ક
કેટલાક સવાલ અને જવાબ પછી સ્કેમર્સે મહિલાને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મોકલ્યું અને તે એકાઉન્ટને ફોલો કરવા કહ્યું. આ પછી મહિલાને કેટલાક ટાસ્ક આપવામાં આવ્યા, જેને મહિલાએ પૂર્ણ કર્યા અને તેના સ્ક્રીનશોટ શેર કર્યા. આ પછી મહિલાએ તેની બેંક ડિટેલ્સ શેર કરી. શરૂઆતમાં કેટલાક કામ પૂરા કર્યા બાદ મહિલાને થોડા પૈસા પણ મળ્યા.
હાઈ રિટર્નનો પ્લાન જણાવ્યો
થોડા દિવસો પછી અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે હાઈ રિટર્નનો પ્લાન જણાવ્યો. આ પછી મહિલાને પ્રીપેડ ટાસ્કને પસંદ કરવાનું કહેવામાં આવ્યું, જેમાં હાઈ રિટર્નની લાલચ આપવામાં આવી. આ પ્લાનનું ‘મર્ચન્ટ ટાસ્ક’ નામ આપવામાં આવ્યું હતું, જેના બદલામાં હાઈ રિટર્ન આપવાનો વાયદો આપવામાં આવ્યો હતો.
શરૂઆતમાં મળ્યા પૈસા અને પછી છેતરપિંડી
વાસ્તવમાં, મહિલાએ જણાવ્યું કે પહેલા તેણે 1000 રૂપિયાનું રોકાણ કર્યું, તેના બદલામાં તેને 1300 રૂપિયાનું રિટર્ન મળ્યું. આ પછી 3000 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું અને 3900 રૂપિયાનું રિટર્ન મળ્યું.
પછી ધડાધડ ટ્રાન્સફર થયા પૈસા
આ પછી મહિલાને 25 હજાર રૂપિયા, 1 લાખ રૂપિયા, 3 લાખ અને 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું.તમામમાં એક જવા જ ટાસ્ક પૂરા કરવા માટે કહેવામાં આવ્યું. જે બાદ જ્યારે મહિલાએ રિટર્ન માંગ્યું ત્યારે સ્કેમર્સે સિસ્ટમ ડાઉન હોવાનું નાટક કર્યું અને એમ પણ કહ્યું કે એક-બે દિવસમાં પેમેન્ટ થઈ જશે.
36 લાખની છેતરપિંડી
આ પછી મહિલાને કહેવામાં આવ્યું કે તેનો પરફોર્મન્સ સ્કોર ઘણો ઓછો હતો. આ માટે તેણે નવા ટાસ્ક લેવા પડશે અને તેને ઝડપથી પૂર્ણ કરવા પડશે. જો તે આમ નહીં કરે તો તેની જૂની એકાઉન્ટ બ્લોક થવાનો ખતરો છે. આ સમયગાળા દરમિયાન મહિલાએ 500 રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધી અનેક ટ્રાન્ઝેક્શન કર્યા. આ પછી જ્યારે મહિલાને ખબર પડી કે તે સાયબર ફ્રોડનો શિકાર બની છે, ત્યારે તેના બેંક ખાતામાંથી 36 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા. હવે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT