અજાણ્યા નંબરથી WhatsApp પર આવી PDF, ખોલતા જ મોબાઈલ હેક; મિનિટોમાં જ ખાતામાંથી 10 લાખ ગાયબ

ADVERTISEMENT

Cyber Crime News
'વોટ્સએપ લૂંટ'
social share
google news

Cyber Crime News : સાયબર ઠગો દરરોજ છેતરપિંડી કરવાના નવા-નવા રસ્તાઓ શોધી રહ્યા છે. પહેલા વોટ્સએપ પર લિંક મોકલીને છેતરપિંડી આચરવામાં આવતી હતી, પરંતુ હવે તો PDF ફાઈલ મોકલીને લોકોના ખાતામાંથી રૂપિયા ઉઠાવવામાં આવી રહ્યા છે.  ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના ગઢીપુખ્તાના રહેવાસી સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે, સોમવારે તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી પીડીએફ આવી હતી, જેને ખોલતા જ ખાતામાંથી 10 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. 

PDF પર ક્લિક કરતા જ ફોન હેક

સાયબર ઠગોએ વોટ્સએપ પર PDF મોકલીને જિલ્લામાં ત્રીજી છેતરપિંડી આચરી છે. પીડિતે PDF પર ક્લિક કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો. થોડીવારમાં તેમના ખાતામાંથી 10 લાખ રૂપિયા કપાઈ ગયા. બાદમાં પીડિતને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

જે બાદ તેઓ તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.  આ પહેલા વાહનના ચલણ મોકલીને થાનાભવન અને જલાલાબાદના રહેવાસી 2 લોકો સાથે હજારો રૂપિયાની ઠગાઈ થઈ ચૂકી છે. સાયબર પોલીસે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

ADVERTISEMENT

અજાણ્યા નંબરથી આવી હતી PDF

સાયબર ઠગો લોકોને ચૂનો લગાવવા માટે સતત નવી રીતો શોધી રહ્યા છે. અત્યાર સુધીમાં મોબાઈલ ફોન પર વાહન ચલણ મોકલીને છેતરપિંડી આચરવામાં આવતી હતી, પરંતુ હવે લોકોને પીડીએફ મોકલવાનું શરૂ કરી દીધું છે. શામલી જિલ્લાના ગઢીપુખ્તાના રહેવાસી સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે સોમવારે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી પીડીએફ આવી હતી.

ખાતામાંથી 10 લાખ રૂપિયા કપાઈ ગયા 

પીડીએફ પર ક્લિક કરતાની સાથે જ મોબાઈલ ફોન હેક થઈ ગયો. થોડા સમય પછી મોબાઈલ ફોન પરના તમામ મેસેજ બીજા નંબર પર જવા લાગ્યા. પીડિતએ પોલીસને જણાવ્યું કે તેમના પંજાબ નેશનલ બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા કપાઈ ગયા. જેના થોડા સમય બાદ ફરી અઢી-અઢી લાખ રૂપિયા બે વખત કપાયા હતા.

ADVERTISEMENT

લોકોને સતર્ક રહેવાની પોલીસે આપી સલાહ

સુરેન્દ્ર કુમાર સાથે કુલ 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ ભટનાગરે જણાવ્યું કે પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે લોકોએ જાગૃત થવાની જરૂર છે. કોઈ પણ અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવેલી લિંક્સ અને પીડીએફ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT