LPG માટે નવો નિયમ, હવે વર્ષમાં માત્ર આટલા જ ગેસ સિલિન્ડર લઈ શકશે ગ્રાહકો
નવી દિલ્હી: હવે ડોમેસ્ટિક LPG ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઈ ગઈ છે. નવા નિયમ મુજબ, હવે ગ્રાહકો 1 વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ…
ADVERTISEMENT
નવી દિલ્હી: હવે ડોમેસ્ટિક LPG ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઈ ગઈ છે. નવા નિયમ મુજબ, હવે ગ્રાહકો 1 વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. એક વર્ષમાં કોઈપણ ગ્રાહકને 15થી વધારે સિલિન્ડર નહીં મળે. આ ઉપરાંત ગ્રાહક માત્ર મહિનામાં બે સિલિન્ડર જ લઈ શકશે. હજુ સુધી સિલિન્ડર મેળવવા માટે મહિના અથવા વર્ષનો કોઈ ક્વોટા નક્કી નહોતો.
15થી વધુ સિલિન્ડર લેવા પર આપવું પડશે કારણ
ગ્રાહકો પર 15થી વધુ સિલિન્ડર લેવા પર કોઈ પ્રતિબંધ નથી લગાવાયો. પરંતુ 15 બાદના ગેસ સિલિન્ડર લેવા પર ગ્રાહકોને તેને વ્યાજબી કારણ જણાવવું પડશે. રેશન કાર્ડ, પરિવારના સદસ્યોની સંખ્યાના સંબંધમાં ડોક્યુમેન્ટ પણ ઉપલબ્ધ કરાવવા પડશે. આ બાદ જ તેમને 15થી વધુ ગેસ સિલિન્ડર મળી શકશે.
આ કારણે આવ્યો નવો નિયમ
રિપોર્ટ મુજબ, રેશનિંગ માટે સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ કરાઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે નવા નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યા છે, કારણ કે લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી કે ઘરેલુ ગેસના સિલિન્ડરમાં સબસિડી મળતી હોવાથી તે કોમર્શિયલથી સસ્તા છે, આ કારણે તેમનો ઉપયોગ વધારે થતો હતો.
ADVERTISEMENT
હજુ મોંઘો થઈ શકે છે સિલિન્ડર
1લી ઓક્ટોબરે LPGની કિંમત વધી શકે છે. 1 ઓક્ટબરે થનારી કિંમતોની સમીક્ષામાં નેચરલ ગેસની કિંમત વધારી શકાય છે. ગેસની કિંમત દર 6 મહિનામાં એકવાર સરકાર નક્કી કરે છે. સરકાર દર વર્ષે 1 એપ્રિલથી 1 ઓક્ટોબરે આ કરે છે. ગેસની કિંમત મોટાભાગે દેશમાં ચાલી રહેલી કિંમતો પર આધારિત હોય છે. આ ઉપરાંત સીએનજીની કિંમતો પણ વધારી શકાય છે.
ADVERTISEMENT