નોટની રાજનીતિ: કોંગ્રેસે કહ્યું અલ્લાહ, નાનક, ઇસુનો ચલણી નોટમાં સમાવેશ થવો જોઇએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુજરાત ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલે એક નવો વિવાદનો મધપુડો છંછેડ્યો છે. ભારતની ચલણી નોટોપર હિન્દુ દેવી દેવતાઓની તસવીરો છાપવાની તેમણે માંગ કરી હતી. ત્યાર બાદ તો જાણે ચણા મમરા વહેંચાતા હોય તેમ રાજકીય પક્ષો દ્વારા નવી નવી માંગ કરવામાં આવી અને વિવાદનો મધપુડો છંછેડાયો હતો. નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો લગાવવાની માંગણી પર ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ તેમના પર કટાક્ષ કર્યો છે.

ભાજપે ગુલાટીબાજ નેતા ગણાવ્યા
જ્યાં ભાજપે કેજરીવાલના નિવેદનને યુ-ટર્નની પરાકાષ્ઠા ગણાવી હતી અને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા સલમાન સોઝે કહ્યું હતું કે, જો નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો સમાવેશ કરવાથી સમૃદ્ધિ આવી શકે છે, તો તેમાં અલ્લાહ, ઈસુ, ગુરુ નાનક વગેરેનો સમાવેશ કરવો જોઈએ. જેથી દેશ ટોચની અર્થવ્યવસ્થા બની જાય. તમામ દેવતાઓનો આશિર્વાદ મળતો રહે.

કોંગ્રેસ નેતાએ કેજરીવાલને ભાજપની બી ટીમ ગણાવી
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ભાજપ અને RSSની ‘બી ટીમ’ સમાન છે. અરવિંદ કેજરીવાલ પાસે કોઈ પ્રકારની સમજ નથી. તેઓ માત્ર મત માટે ગમે તેના નિવેદનો આપી રહ્યા છે. હિમાચલ અને ગુજરાતની ચૂંટણીને ધ્યાને રાખીને તેઓ પોતાની હિન્દુત્વવાદી છબી ચમકાવવા માંગે છે. જો કેજરીવાલને પાકિસ્તાન મોકલો તો તેઓ ત્યાં નોટમાં અલ્લાહનો ફોટો છપાવવાની માંગ કરી શકે છે. પોતે પાકિસ્તાની હોવાથી તેમને મત્ત આપવા જોઇએ તેવી માંગ કરી શકે છે.

ADVERTISEMENT

નિવેદન આપ્યા બાદ કેજરીવાલ ઘેરાયા
જો કે આ નિવેદન બાદ કેજરીવાલ ઘેરાઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંન્ને આમ આદમી પાર્ટી પર તથા કેજરીવાલ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, આ એ જ વ્યક્તિ છે જે હિંદુ ધર્મનું અપમાન કરે છે. અયોધ્યા જવાનો ઇનકાર કરતાં તેઓ કહે છે કે, ભગવાન તેમની પ્રાર્થના સ્વીકારશે નહીં. સ્વસ્તિકનું અપમાન કરે છે અને હવે હિંદુ ધર્મ અંગે યુ-ટર્ન લઇ રહ્યા છે. ગુલાટી મારવાની પણ એક હદ હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT