હોળી રમો તો આવી રમો… CSKના ખેલાડીઓને જમીન પર ઢસડી-ઢસડીને રંગ લગાવ્યો, માહીએ પણ લીધી મજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે જુદી જુદી ટીમોએ અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. એવામાં 4 વખત IPLની ટ્રોફી જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ પણ IPL પહેલા જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. જો કે આજે 8 માર્ચે સમગ્ર ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને રંગ લગાવીને આ તહેવારની મજા માણી રહ્યા છે. એવામાં CSK કેમ્પમાં પણ જોરદાર હોળી રમવામાં આવી છે, જેનો વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

CSKના ખેલાડીઓ રમ્યા હોળી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ખેલાડીઓ એકબીજા સાથે હોળી રમી રહ્યા છે. CSKના કેપ્ટન અને દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે મસ્તીમાં જોડાયા હતા. CSK દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ચેન્નાઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે, પ્રશાંત સોલંકી અને અન્ય ખેલાડીઓએ પણ જોરદાર હોળી રમી હતી. આટલું જ નહીં પરંતુ પ્રશાંતને પહેલા જમીન પર ઢસેડવામાં આવ્યો હતો અને પછી તેના સાથી ખેલાડીઓએ રંગ લગાવ્યો હતો.

ADVERTISEMENT

ભારતીય ટીમે પણ અમદાવામાં ઉજવી હોળી
ભારતીય ક્રિકેટ ટીમે પણ અમદાવાદમાં જોરદાર હોળી રમી હતી. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે, જેની ચોથી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા પણ અમદાવાદ પહોંચી ગઈ છે. એવામાં હોળીના એક દિવસ પહેલા ભારતીય ટીમે ડ્રેસિંગ રૂમમાં હોળીની જોરશોર ઉજવણી કરી હતી. વિરાટ કોહલીથી લઈને કેપ્ટન રોહિત શર્મા સુધી બધાએ હોળીની ભરપૂર મજા માણી હતી. એકબીજાને રંગ લગાવીને મસ્તી કરતા ખેલાડીઓના કેટલાક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT