મદરેસાના મૌલાનાની ક્રૂરતા, 8 વર્ષના બાળકને સાંકળથી બાંધીને ઢોર માર માર્યો
લખનઉ : ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક બાળક સાથે ક્રુરતાનો મામલો સામે આવ્યો છે. જ્યાં માસુમ બાળકને જંજીર સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનાનો…
ADVERTISEMENT
લખનઉ : ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક બાળક સાથે ક્રુરતાનો મામલો સામે આવ્યો છે. જ્યાં માસુમ બાળકને જંજીર સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પોલીસે તપાસ બાદ કેસ દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મૌલાના ટીચરે માસુમ સાથે અત્યાચાર કર્યો હતો. જો કે બાળકના પરિવારના લોકો દબાણના કારણે તેનાથી બિલ્કુલ વિરુદ્ધનું નિવેદન આપતા જોવા મળ્યા હતા.
પરિવાર પણ બાળકને છોડી મદરેસાના મૌલાનાને બચાવતો જોવા મળ્યો
ઘટનાની માહિતી પોલીસને મળી તો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. જ્યાં બાળકને ઢોર માર મરાયાનો કિસ્સો સાચો સાબિત થયો હતો. ધરપકડ કરાયેલા લોકોમાં મદરેસાનો એક શિક્ષક પણ છે અને બીજા બાળકના કાકા છે. કાકાએ પણ બાળક સાથે ક્રુરતા કરી હતી. બાળકોને સાંકળથી બાંધીને મદરેસામાં છોડીને આવ્યો હતો. જો કે પરિવારે દોષીત મોલાના અને કાકાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
8 વર્ષના બાળકને સાંકળથી બાંધીને ઢોર માર મરાયો
પરિવારનું કહેવું છે કે, તેમણે પોતે જ બાળખને ઢોર માર મરાયો હતો. કારણ કે બાળકને ચોરીની આદત હતી. તેઓ આ આદતથી પરેશઆન હતા. ગામના પૂર્વ સરપંચનું કહેવું છે કે, તેમાં મદરેસાને કોઇ લેવા દેવા નથી. આ મદરેસાને બદનામ કરવાનું કાવત્રું છે. આ મામલે એસપી સાગર જૈને જણાવ્યું કે, સમાચારપત્રમાં પ્રકાશિક એક સમાચારના આધારે આ મામલો અમારા ધ્યાને આવ્યો હતો. હાલ તો મદરેસાના મૌલાના અને બાળકના કાકાની ધરપકડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT