સરહદ પાર કરી વધુ એક ‘સીમા’ આવી ભારત, પ્રેમીએ આપ્યો દગો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીથી હાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. પાડોશી દેશ પાકિસ્તાનથી ભાગી છૂટ્યા બાદ ભારતની ગ્રેટર નોઈડા આવેલ સીમાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. હવે આવી જ એક પ્રેમ કહાની પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સામે આવી છે. પરંતુ માત્ર એક જ ફરક છે, સીમા તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે, પરંતુ બાંગ્લાદેશથી સિલીગુડી આવેલી આ છોકરી ફસાઈ ચુકી છે.

21 વર્ષીય યુવતી સપલા અખ્તર પ્રેમ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને બાંગ્લાદેશથી ભારતના સિલિગુડી આવી હતી. પરંતુ ભારત આવ્યા બાદ જ્યારે મહિલાને તેના પ્રેમીના અસલી હેતુની ખબર પડી તો તે તૂટી પડી હતી. 21 વર્ષીય યુવતી સપલા અખ્તર તેના ભારતીય પ્રેમી માટે લગભગ અઢી મહિના પહેલા બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. આ પછી તે સિલીગુડીમાં તેના પ્રેમી સાથે ખુશીથી દિવસ પસાર કરી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક યુવતીને ખબર પડી કે તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાનું કાવતરું ઘડી રહ્યો છે.

આ રીતે ઉતર્યું પ્રેમનું ભૂત
સપલા અખ્તર પરથી પ્રેમનું ભૂત ઊતરી ગયું. અને તે તેના પ્રેમીથી બચવા ભાગી ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે યુવતી ટ્રેન પકડવા માટે સિલીગુડી રેલવે જંક્શન પહોંચી હતી. ત્યારે જ એક સ્વૈચ્છિક સંસ્થાએ તેને શંકાસ્પદ સંજોગોમાં ફરતી જોઈ.

ADVERTISEMENT

આ રીતે ફૂટ્યો ભાંડો
સપલા અખ્તરને આ રીતે એકલી જોઈને સંસ્થાના સભ્યોએ તેને પ્રધાનનગર પોલીસ સ્ટેશનની પોલીસને હવાલે કરી હતી. પૂછપરછ બાદ પોલીસે બાંગ્લાદેશી યુવતીની ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી અને ગુરુવારે તેને સિલિગુડી કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાંથી આરોપી યુવતીને જેલમાં મોકલી આપવામાં આવી હતી. બીજી તરફ હવે સિલીગુડી પોલીસે આરોપી યુવતીના પ્રેમીને દરેક જગ્યાએ શોધવાનું શરૂ કરી દીધું છે.

જાણો શું છે સીમા અને સચિનની સ્ટોરી
વર્ષ 2020માં પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમા હૈદરે PUBG ગેમ દ્વારા ગ્રેટર નોઈડાના સચિન સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે અફેર શરૂ થયું અને 10 માર્ચે બંને નેપાળની એક હોટલમાં મળ્યા. સીમાએ દાવો કર્યો હતો કે તે દરમિયાન બંનેએ મંદિરમાં લગ્ન પણ કર્યા હતા. પરંતુ પછી તેઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા.

ADVERTISEMENT

પરંતુ સીમા અને સચિન એકબીજા સાથે રહેવા માંગતા હતા. પરંતુ સીમાને પહેલાથી જ 4 બાળકો હતા. વધુ વાતચીતમાં સચિન તેની ગર્લફ્રેન્ડના બાળકોને દત્તક લેવા સંમત થયો. પછી સીમાએ ભારત આવવાનું નક્કી કર્યું. તે 10મી મેના રોજ તેના ચાર બાળકો સાથે પાકિસ્તાનના કરાચી શહેરથી શારજાહ પહોંચી હતી. પછી અહીંથી ફ્લાઈટ મારફતે કાઠમંડુ પહોંચ્યા. ખાનગી વાહન દ્વારા કાઠમંડુથી પોખરા પહોંચ્યા.

ADVERTISEMENT

ત્યાર બાદ સીમાએ પોખરાથી દિલ્હી બસ લીધી. સચિન રસ્તામાં નોઈડામાં તેની રાહ જોઈ રહ્યો હતો. સીમા 28 કલાક પછી 13 મેના રોજ નોઈડા પહોંચી હતી. ત્યારબાદ સચિન તેને રબુપુરા વિસ્તારમાં લઈ ગયો. અહીં બંનેએ ભાડે મકાન લીધું અને આરામથી રહેવા લાગ્યા. પરંતુ પોલીસને તેની જાણ થઈ અને 4 જુલાઈએ સચિન અને સીમાની ધરપકડ કરવામાં આવી. જોકે, બંને હજુ પણ કોર્ટમાંથી જામીન પર મુક્ત છે.

    follow whatsapp

    ADVERTISEMENT