પોલીસ પણ અસુરક્ષિત! બાઈકસવાર શૂટરોએ ASIને કપાળમાં મારી દીધી ગોળી, મચ્યો હડકંપ

ADVERTISEMENT

Crime News
પોલીસ પણ અસુરક્ષિત!
social share
google news

Crime News: હરિયાણાના કરનાલમાં પોલીસ પણ સુરક્ષિત નથી. અહીં બેખૌફ બદમાશોએ એક ASIની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. ASIની ઓળખ સંજીવ કુમાર તરીકે થઈ છે.

શું છે સમગ્ર મામલો?

સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ યમુનાનગરમાં તૈનાત સંજીવ કમારની બે બાઈક સવાર બદમાશોએ હત્યા કરી દીધી. પોલીસ ટીમ તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. આ બનાવથી સંજીવ કુમારના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ગઈકાલે પણ થયું હતું ફાયરિંગ

કરનાલમાં ગુનાખોરી સતત વધી રહી છે. ગઈકાલે કરનાલના ઓંગડ ગામમાં બાઈક સવાર બદમાશોએ એક દુકાનની બહાર ગોળીબાર કર્યો હતો અને આજે ફરી એક ઘટના બની છે. આ ઘટના કરનાલના કુટેલ ગામ પાસે બની, જ્યાં સંજીવ કુમાર રહેતા હતા.

ADVERTISEMENT

ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા સંજીવ કુમાર

સંજીવ કુમાર હરિયાણા પોલીસમાં તૈનાત હતા અને યમુનાનગરમાં સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. થોડા સમય પહેલા સંજીવ કુમારનું ઓપરેશન થયું હતું. સાંજે જ્યારે તેઓ તેમના ઘરની બહાર ચાલવા માટે નીકળ્યા, ત્યારે બે બાઈક સવાર બદમાશો આવ્યા અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક ગોળી સંજીવ કુમારના કપાળ પર અને બીજી કમર પર વાગી.

પોલીસે તપાસ હાથ ધરી

સંજીવ કુમારને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સંજીવ કુમારના ભાઈ અને પિતાનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું. ઘરની તમામ જવાબદારી સંજીવ કુમારના ખભા પર હતી. પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT