અમદાવાદમાં ઢોર પાર્ટીને જોઈને બે માળના મકાનમાં ઘુસેલી ગાય ઉપરથી નીચે કૂદી, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ આ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદના ગોમતીપુરમાં ગુરુવારે ગાય પકડવા આવેલી ઢોર પાર્ટીની ટીમને જોઈને એક ગાય બે માળના એક મકાનમાં ચઢી ગઈ હતી. જોકે ટીમનો એક સભ્ય લાકડી લઈને પાછળ જતા ગાયને પાછા ફરવાની જગ્યા મળી નહોતી. એવામાં તેણે મકાનના પહેલા માળેથી જ કૂદકો મારી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

મકાનમાંથી નીચે કૂદી ગાય
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે મ્યુનિ.ની ઢોર પાર્ટીની 7 જેટલી ટીમો પહોંચી હતી. જોકે ઢોર પકડતી ટીમો જોઈને એક ગાય બે માળના મકાનમાં પહેલા માળે ચઢી ગઈ હતી. તેને પાછા ફરવાની જગ્યા ન દેખાતા તે પહેલા માળેથી જ કૂદી ગઈ હતી. જેમાં ગાયને માથા તથા પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં આ ગાયને બહેરામપુરાના ઢોરવાડામાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

 

ADVERTISEMENT

નિકોલમાં એક જ પરિવારના સભ્યોને ગાયે અડફેટે લીધા
નોંધનીય છે કે, ગઈકાલે નિકોલમાં એક જ પરિવારના સભ્યો બે જુદી જુદી ઘટનામાં ગાયની અડફેટે ઈજાગ્રસ્ત થયા હતા. 21 વર્ષની યુવતી એક્ટિવા લઈને જઈ રહી હતી. ત્યારે ગાયે ટક્કર મારતા તે ઈજાગ્રસ્ત થઈ હતી. આ બાદ બપોરના સમયે યુવતીના કાકા પરિવાર સાથે બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે ડિવાઈર કૂદીને ગાય બાઈક સાથે અથડાઈ હતી. જેમાં બાઈકચાલક તથા તેમના દીકરાને ઈજા પહોંચી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT