શું કોરોનાથી ડરવાની જરૂર છે? આ રાજ્યોમાં માસ્કના નિયમો ફરી લાગુ કરવામાં આવ્યા
Corona case update : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશના નવ જેટલા રાજ્યમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1નો આતંક જોવા મળી રહ્યો…
ADVERTISEMENT
Corona case update : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશના નવ જેટલા રાજ્યમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1નો આતંક જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,565 થઈ ગઈ છે. જ્યારે હરિયાણા અને કર્ણાટકમાં એક-એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.1 જાન્યુઆરી સુધી દેશમાં લગભગ 197 લોકોમાં આ નવા સબ-વેરિઅન્ટની પુષ્ટિ થઈ ચૂકી છે. વધતા સંકટ વચ્ચે સ્વાસ્થ્ય નિષ્ણાતોએ લોકોને કોરોનાથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે.
આ શહેરોમાં માસ્કના નિયમો ફરી લાગુ કરાયા
કોરોનાના વધતાં કેસો વચ્ચે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં કોરોનાના નવા સ્વરૂપના આગમનથી નાગરિકોમાં ગભરાટનું વાતાવરણ નથી, પરંતુ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. વૈષ્ણોદેવીની મુલાકાત લેતા ભક્તો માટે માસ્ક ફરજિયાત બનાવવાના આદેશોમાં પણ આ ચિંતા પ્રતિબિંબિત થઈ હતી. કેન્દ્રશાસિત પ્રદેશ લેહમાં સોમવારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ લોકોને ઓફિસ અને જાહેર સ્થળોએ સામાજિક અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ ઓફિસો અને જાહેર પરિવહન સહિત જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાતપણે સુનિશ્ચિત કરવું પડશે. આ સિવાય કર્ણાટકમાં લોકોને માસ્ક પહેરવા અને કોવિડ-19 સંબંધિત યોગ્ય વર્તનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT