મંત્રી પરિષદ: 9 મહિના તમામ મંત્રીઓને દિવસ-રાત એક કરવા સલાહ
Council of Ministers Meeting News: પીએમ મોદીએ સોમવારે મંત્રિપરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રિમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે થયેલી આ મીટિંગને મહત્વની માનવામાં આવી રહી…
ADVERTISEMENT
Council of Ministers Meeting News: પીએમ મોદીએ સોમવારે મંત્રિપરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રિમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે થયેલી આ મીટિંગને મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠક દિલ્હીમાં આવેલા પ્રગતિ મેદાનમાં થઇ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી એસ.જયશંકર સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ જોડાયા હતા.
આ મીટિંગ બાદ વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, મંત્રિપરિષદની સાથે એક સાર્થક બેઠક, જ્યાં અમે અલગ અળગ નીતિગત્ત મુદ્દાઓ પર વિચારોના આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે બેઠક અંગેના એક ફોટો પણ શેર કર્યો હતો. આ મીટિંગમાં ભારતની આઝાદીના 100 વર્ષ પુર્ણ થવા પ્રસંગે 2047 સુધીના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી. સુત્રો અનુસાર બેઠકમાં 2024 ની આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ બેઠકમાં શું જણાવ્યું?
સુત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યું કે, અમે શાંતિના વાતાવરણમાં કામ કરી રહ્યા છીએ જેથી યુદ્ધ માટે તૈયાર રહીએ. આપણે માળખાગત્ત ઢાંચાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. સુત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યું કે, સરકારે 9 વર્ષોમાં ખુબ જ વિકાસ કર્યો છે. મંત્રિપરિષદને આગામી 9 મહિનામાં લોકો સુધી પહોંચાડવા માટે કહ્યું છે.
ADVERTISEMENT
મંત્રીપરિષદની બેઠકમાં 2047 સુધી ભારતની સંભવિત વિકાસયાત્રા અંગે પ્રસ્તુતી આપવામાં આવી. આ ઉપરાંત વિદેશ સચિવે પીએમના વિદેશ મુલાકાત અંગે પણ પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તે જણાવાયું કે, તેમના પુર્વવર્તીઓ કરતા તેમની સરકાર કેવી રીતે અલગ છે.
જુનિ સંસદમાં જ થશે મોનસુન સત્ર
આ બેઠક બાદ કેન્દ્રીયમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે, અમારુ ફોકસ માળખાગત્ત ઢાંચાના વિકાસ પર છે. બેઠકમાં એક જ સલાહ આપવામાં આવી કે, જે મંત્રાલયોને જે પણ બિલ લાવવાનાં છે ઝડપથી રજુ કરે. આ વખતનું મોનસુન સત્ર જુની સંસદમાં જ થશે. આજની બેઠકમાં દેશને આગલ લઇ જવાની યોજનાઓ પર ચર્ચા થઇ. મીટિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા, પર્ફોમન્સ પર અને પીએમ મોદીની હાલની વિદેશ યાત્રા અંગે પણ ચર્ચા થઇ.
ADVERTISEMENT
ADVERTISEMENT