Corona Update: ભારતમાં કોરોનાની ફરી એન્ટ્રી, દેશમાં નવા વેરિયન્ટનો હાહાકાર...ગુજરાતમાં કેસનો ચોંકાવનારો આંકડો

ADVERTISEMENT

Corona Update
ગુજરાતમાં કેસનો ચોંકાવનારો આંકડો
social share
google news

 New Covid variant: કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. સિંગાપુરમાં KP.2 અને KP.1 નામનો આ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.  ચિંતાની વાત એ છે કે આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસની પુષ્ટિ થઈ છે.  જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે આ તમામ JN1ના સબ-વેરિઅન્ટ્સ છે. તે લોકો માટે ખૂબ જોખમી નથી. તેથી ગભરાવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

નવા પ્રકાર KP.1 ના કુલ 34 કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્રએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ પણ દર્દીમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. આ નવા પ્રકારથી સંક્રમિત લોકોના સેમ્પલ હોસ્પિટલોમાંથી લેવામાં આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના કેસ પર નજર રાખતા ભારતીય SARS Cove-2 Genomics Consortium (INSACOG)ના ડેટા દ્વારા આ વાત સામે આવી છે. માહિતી અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં આ નવા પ્રકાર KP.1 ના કુલ 34 કેસ મળી આવ્યા છે, જેમાંથી 23 કેસ માત્ર પશ્ચિમ બંગાળમાં જ પુષ્ટિ થયા છે. જ્યારે ગોવામાં KP.1નો એક કેસ, ગુજરાતમાં બે કેસ, મહારાષ્ટ્રમાં ચાર કેસ, રાજસ્થાનમાં બે કેસ અને ઉત્તરાખંડમાં એક કેસની ઓળખ કરવામાં આવી છે. 

GSSSB Exam Result: ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પર મોટી અપડેટ, આ તારીખે આવશે પ્રિલિમનું રિઝલ્ટ

KP.2 વેરિઅન્ટના કુલ 290 કેસ

માહિતી અનુસાર, ભારતમાં KP.2 વેરિઅન્ટના કુલ 290 કેસની પુષ્ટિ થઈ છે. KP.2 ના 148 કેસ સાથે મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર છે. જ્યારે દિલ્હીમાં એક કેસ, ગોવામાં 12, ગુજરાતમાં 23, હરિયાણામાં 3, કર્ણાટકમાં 4, મધ્યપ્રદેશમાં 1, ઓડિશામાં 17, રાજસ્થાનમાં 21, ઉત્તર પ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 16 અને પશ્ચિમ બંગાળમાં 36 કેસની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે KP.1 અને KP.2 વેરિઅન્ટ્સ સિંગાપોરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. એકલા સિંગાપોરમાં 5 મેથી 11 મે સુધીમાં લગભગ 26 હજાર કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ તમામ કેસમાંથી બે તૃતીયાંશ કેસ માત્ર KP.1 વેરિઅન્ટ સાથે સંબંધિત છે. જે જૂથમાં KP.1 અને KP.2 વેરિયન્ટ્સ છે તેને પણ FLiRT નામ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT